GSTV
India News ટોપ સ્ટોરી

પોસોકોની કાર્યવાહી/ 13 રાજ્યોમાં વીજ કંપનીઓ પર રૂ. 5000 કરોડનું દેવું, વીજળીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ

13 રાજ્યોની 27 વીજ વિતરણ કંપનીઓને દેશના ત્રણ વીજ માર્કેટમાંથી વીજળી ખરીદવા પર કેન્દ્ર સરકારની કંપની પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશને (પોસોકો) બ્રેક લગાવી દીધી છે.

આ વીજ વિતરણ કંપનીઓએ વીજ ખરીદી પેટેના 5000 કરોડ રૂપિયા આપવાના બાકી છે અને કંપનીઓ તેનુ પેમેન્ટ કરી રહી નથી. જેના પગલે પોસોકોએ દેશના ત્રણ વીજ માર્કેટ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા તેમજ હિન્દુસ્તાન પાવર એક્સેચેન્જને આદેશ આપ્યો છે કે, ઉપરોક્ત 27 કંપનીઓને વીજળી આપવામાં આવે નહીં.

આ કંપનીઓ મહારાષ્ટ્ર, તામિલનાડુ, જમ્મુ કાશમીર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ રાજ્યની છે.

પોસોકોએ ત્રણ વીજ માર્કેટને આદેશ આપ્યો છે કે, 13 રાજ્યોની 27 વિતરણ કંપનીઓ માટે તમામ વીજ માર્કેટમાંથી વીજળીની ખરીદી 19 ઓગસ્ટથી આગળ સૂચના ના મળે ત્યાં સુધી પ્રતિબંધિત રહેશે.આ વીજ કંપનીઓ પરની દેવાદારીને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કાયદાની જોગવાઈ હેઠળ જે કંપનીઓના પૈસા બાકી હોય તેમના પર બજારમાં પ્રતિબંધ લગાવી શકાય છે. જોકે આ નિર્ણયથી 13 રાજયોમાં વીજળી સંકટ ઉભુ થઈ શકે છે અને તેના કારણે કરોડો લોકો માટે પરેશાની ઉભી થશે.

READ ALSO

Related posts

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah

પશ્ચિમ જગતે લુંટેલી સાંસ્કૃતિક સંપત્તિ વસૂલવા મજબૂત કાયદાઓ જરૂરી

Hemal Vegda

જે કોઈ લોકો કાયદામાં રહેશે,તે લોકો જ ફાયદામાં રહેશે, કેટલાક અસામાજીક તત્ત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો

pratikshah
GSTV