GSTV

ખાસ વાંચો / આજથી 14 દિવસ બેંકો રહેશે બંધ! ઘરેથી નિકળતા પહેલા અહીં જુઓ આખી લિસ્ટ

Last Updated on October 12, 2021 by Zainul Ansari

ઓક્ટોબર મહિનામાં 21 દિવસ બેંક બંધ રહેવાની છે. આવી સ્થિતિમાં જો તમે પણ બેંક સંબંધિત કામ કરવાના છો, તો પહેલા આ સમાચાર વાંચી લો. ઓક્ટોબર 2021માં નવરાત્રી, દશેરા સહિત ઘણા બધા તહેવારો આવી રહ્યા છે. આજથી ઓક્ટોબર મહિનામાં 14 દિવસ બેંક બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ જરૂરી કામ પૂરા કરવા માંગતો હો, તો આ સમાચાર વાચી લો.

બેન્કો

ઓક્ટોબર મહિનામાં 21 દિવસ બેંક રહેશે બંધ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ઓક્ટોબર મહિના માટે રજાઓની યાદી જાહેર કરી છે, તેના મુજબ ઓક્ટોબર મહિનામાં 21 રજાઓ છે. આ દરમિયાન ભારતના ઘણા શહેરોમાં બેંકો સતત પણ બંધ રહેશે. તમને જણાવી દઇએ કે આ 21 દિવસની રજાઓમાં અઠવાડીક રજાઓ પણ સામેલ છે. RBI ગાઇડલાઇન્સ મુજબ રવિવારની સાથે મહિનાના બીજા તથા ચોથા શનિવારે બેંક બંધ રહે છે.

સતત 9 દિવસ બેંક રહેશે બંધ

આ રજાઓના ક્રમમાં આજથી 14 દિવસ બેંક બંધ રહેશે. જોકે તમને જણાવી દઇએ કે દેશભરમાં તમામ બેંક 21 દિવસ બંધ નહીં રહે, RBI તરફથી નક્કી કરેલી રજાઓ કેટલાક ક્ષેત્રિય તહેવારો પર પણ નિર્ભર હોય છે. એટલે કેટલીક રજાઓ ફક્ત અમુક રાજ્યો માટે જ હોય છે, બાકીના અન્ય રાજ્યોમાં તમામ બેન્કિંગ કાર્ય સામાન્ય દિવસોની જેમ થતા રહેશે.

જાણો ક્યા દિવસે બેંક રહેશે બંધ?

આજથી મહાસપ્તમી, મહાઅષ્ટમી અને દશેરાના કારણે બેંક કર્મીઓની રજા રહેશે. તેના પછી રવિવાર અને ઈદ, વાલ્મીકિ જયંતી સહિત કેટલીક રજાઓ પડશે. એટલે આજથી સતત 9 દિવસ દેશના ઘણા રાજ્યોમાં બેંકની રજાઓ રહેશે.

RBI

જુઓ રજાઓની સંપૂર્ણ યાદી

  • 12 ઓક્ટોબર- દુર્ગા પૂડા (મહા સપ્તમી)- અગરતલા, કોલકાતામાં બેંક બંધ
  • 13 ઓક્ટોબર- દુર્ગા પૂજા (મહા અષ્ટમી) – અગરતલા, ભુવનેશ્વર, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોલકાતા, પટના અને રાચીમાં બેંક બંધ
  • 14 ઓક્યોબર- દુર્ગા પૂજા / દશેરા (મહા નવમી) / આયુથ પૂજા – અગરતલા, બેંગ્લૂરુ, ચેન્નઈ, ગંગટોક, ગુવાહાટી, કાનપુર, કોચ્ચિ, કોલકાતા, લખનઉ, પટના, રાંચી, શિલાંગ અને થિરુવનંતપુરમમાં બેંક બંધ
  • 15 ઓક્ટોબર – દુર્ગા પૂજા / દશેરા / વિજયાદશમી – ઇમ્ફાલ અને શિમલાને છોડી અન્ય તમામ સ્થળો પર બેંક બંધ
  • 16 ઓક્ટોબર- દુર્ગા પૂજા (દશૈન)- ગંગટોકમાં બેંક બંધ
  • 17 ઓક્ટોબર- રવિવાર (અઠવાડીયક રજા)
  • 18 ઓક્ટોબર – કટી બિહુ- ગુવાહાટીમાં બેંક બંધ
  • 19 ઓક્ટોબર – ઈદ-એ-મિલાદ / ઈદ-એ-મિલાદુન્નબી / મિલાદ-એ-શરીફ / બારાવફાત – અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ચેન્નઈ, દેહરાદૂન, ચેન્નઈ, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાંચી, શ્રીનગર અને થિરુવનંતપુરમમાં બેંક બંધ
  • 20 ઓક્ટોબર- મહર્ષિ વાલ્મીકિન જન્મ દિવસ / લક્ષ્મી પૂજા / ઈદ-એ-મિલાદ- અગરતલા, બેંગ્લૂરુ, ચંદીગઢ, કોલકાતા અને શિમલામાં બેંક બંધ
  • 22 ઓક્ટોબર – ઈદ-એ-મિલાદ-ઉન-નબી પછીના શુક્રવારે જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે
  • 23 ઓક્ટોબર – શનિવારે (મહિનાનો ચોથો શનિવાર)
  • 24 ઓક્ટોબર – રવિવાર (અઠવાડીક રજા)
  • 26 ઓક્ટોબર- વિલય દિવસ- જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ
  • 31 ઓક્ટોબર – રવિવાર (અઠવાડિક રજા)

Read Also

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!