GSTV
Home » News » બેન્કો 10 લાખ રૂપિયા સુધી આપશે લોન, ફક્ત આ ડોક્યુમેન્ટની છે જરૂર

બેન્કો 10 લાખ રૂપિયા સુધી આપશે લોન, ફક્ત આ ડોક્યુમેન્ટની છે જરૂર

જો તમે ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી સમય પર કરી હોય અને બેંક લોનના હપ્તાની સમયસર ચૂકવણી કરી હોય તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી માનવામાં આવશે. આથી જો તમે ઉચ્ચપગાર ધરાવતા હોવ અને તમારે 10 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોનની જરૂરત હોય તો તે તમને સરળતાથી મળી રહેશે. જો કે પર્સનલ લોન અમાઉન્ટ એ બાબત પર આધાર રાખશે કે તમારી કેટલી સેલરી છે.

પર્સનલ લોન તમને તમારી કોઈપણ જરૂરિયાતને પૂરી કરવામાં મદદ કરી શકે છે. જેમકે તમારી ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ કરવાનું હોય, બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે જરૂરત હોય અથવા તો કોઈ ગંભીર માંદગી માટે રૂપિયા જોઈતા હોય તો પર્સનલ લોન તેમાં સહાયક બનશે. તેની સૌથી સારી બાબત એ છે કે પર્સનલ લોન તમને થોડા જ દિવસોની અંદર મળી જાય છે. બેંક આ માટે કોઈપણ પ્રકારની શરતો તમારી સમક્ષ મૂકતી નથી.

તમે પર્સનલ લોન 3થી 5 વર્ષના સમયગાળા માટે માસિક હપ્તામાં તેની ચૂકવણી કરી શકો છો. સામાન્ય રીતે બેંક અને એનપીએફસી કંપનીઓ 10થી18 ટકાના વાર્ષિક વ્યાજ પર પર્સનલ લોન આપે છે. પર્સનલ લોન બેંક તમારી રીપેમેંટ કેપેસિટીના આધાર પર આપે છે. આના માટે બેંક તમારી સમક્ષ કોઈ ગેરન્ટી અથવા તો કોલેટરલ માંગતી નથી અર્થાત બેંક માટે આ એક પ્રકારની અનસિક્યોરડ લોન હોય છે.

પર્સનલ લોન લેતા પહેલા તેના ઈએમઆઈ એટલે કે માસિક હપ્તાની ચૂકવણી સરળતાથી કરી શકાય તેનું ધ્યાન રાખવું. જો તમે સમયસર તેની ઈએમઆઈની ચૂકવણી નહિ કરો તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થઈ જશે જેથી ભવિષ્યમાં તમારે કોઈ લોન લેવી પડે ત્યારે તેમાં મુશ્કેલીઓ આવી શકે. જો કે આ લોનની ચૂકવણી તમે 3થી 5 વર્ષના સમયગાળાની અંદર પણ કરી શકો છો.

મેટ્રો શહેરોમાં આધુનિકીકરણના કારણે બેફામ ખર્ચાઓ હોય છે અને બચત ઓછી હોવાથી કેટલીક વખત તો ઉધાર લેવું પડે છે. આથી પર્સનલ લોન એ ઉત્તમ રસ્તો છે આ બધી જરૂરતો પૂરી કરવા માટે. પરંતુ એ ખરું કે પર્સનલ લોન તમારે ત્યારે જ લેવી જોઈએ જ્યારે તમારે ખરેખર તેની જરૂરત હોય.

Related posts

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!