GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો! અધુરા બેન્કના કામ આજે ફટાફટ પતાવી લેજો, આવતીકાલથી સતત ત્રણ દિવસ બેન્ક રહેશે બંધ, ચેક કરો હોલીડે લિસ્ટ

નિયમો

Last Updated on November 13, 2020 by Ankita Trada

જો તમારે પણ બેન્ક સંબંધી કોઈ કામ બાકી છે તો, આજે શુક્રવારે ગમે તે રીતે તેને પતાવી દેજો. નહીતર ત્રણ દિવસ સુધી તમારે રાહ જોવી પડશે. કારણ કે, 14 થી 16 નવેમ્બર ત્રણ દિવસ સુધી સતત બેન્ક બંધ રહેશે એટલે કે, મંગળવારે વર્કિંગ ડે પર બેન્ક ખુલશે. ત્યારબાદ જ તમારા કામ પૂર્ણ થઈ શકશે. આ અઠવાડિયે શુક્રવારે બેન્કનો અંતિમ વર્કિગ ડે હશે, જ્યારે કે, શનિવારે દિવાળી છે. ત્યારબાદ રવિવાર આવે છે.

થોડા કલાકોમાં પતાવી લો કામ

તમારે બેન્કિંગ સાથે જોડાયેલ કામ કરવા છે કો આગામી કેટલાક કલાકમાં તેને પતાવી દો. જો એવુ નહી કર્યું તો તમારે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડી શકે છે.

સતત ત્રણ દિવસ સુધી બેન્ક બંધ

ખરેખર દેશના મહત્તમ ભાગમાં ત્રણ દિવસ સુધી બેન્ક બંધ રહેશે. આવો જાણીએ આખરે શા માટે આગામી ત્રણ દિવસ સુધી બેન્કમાં રજા છે.

14 નવેમ્બરના દિવાળી

14 નવેમ્બર દિવાળી અમાસ (લક્ષ્મી પૂજન) અને 15 નવેમ્બરના રોજ રવિવાર હોવાના કારણે મહત્તમ રાજ્યમાં બેન્કમાં રજા રહેશે.

16 નવેમ્બરના ભાઈબીજ

તો 16 નવેમ્બરના ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે, તેથી વધારે પડકા રાજ્યમાં બેન્કોમાં કામકાજ હશે નહી. કહેવાનો મતલબ એ છે કે, બેન્કિંગ સાથે જોડાયેલ કામકાજ 17 નવેમ્બરના રોજ જ થઈ શકશે.

20 અને 21 નવેમ્બરના છઠ પર્વ

ત્યારબાદ 20 અને 21 નવેમ્બરના રોજ છઠ પર્વના કારણે બિહાર અને ઝારખંડમાં બેન્ક બંધ રહેશે. તો 22 નવેમ્બર હોવાના કારમે ચાલતા તમામ રાજ્યોમાં બેન્કમાં રજા રહેશે.

માત્ર 3 દિવસ કામકાજ

એટલે આગામી 10 દિવસમાં બેન્કિંગ સાથે જોડાયેલ કામ પતાવવા માટે તમારે માત્ર ત્રણ દિવસ (17,18 અને 19 નવેમ્બર) મળશે. આ દરમિયાન એટીએમમાં કેશની ખામી પણ સર્જાઈ શકે છે.

ઓનલાઈન બેન્કિંગ કરી શકશો

જોકે, આ દરમિયાન તમે ઓનલાઈન બેન્કિંગ સાથે જોડાયેલા ટ્રાંજેક્શન કરી શકો છો. તેમાં નેટ બેન્કિંગ, મની ટ્રાંસફરથી લઈને ઓનલાઈન પેમેંટ અને અન્ય વસ્તુ સામેલ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!