GSTV

Bank Holidays/ નવેમ્બર 2021માં 17 દિવસ બંધ રહેશે બેન્ક, બ્રાન્ચ જવા પહેલા ચેક કરી લો આ લિસ્ટ

Last Updated on October 26, 2021 by Damini Patel

દેશમાં નવેમ્બરની શરૂઆત તહેવારોથી થઇ રહી છે. એવામાં વધુ વિભાગોમાં છુટ્ટી રહેશે. એવી કડીમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ બેંકોની રજાઓની યાદી જારી કરી છે. નવેમ્બર 2021માં ધનતેરસ, દિવાળી, ભાઈ બીજ, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા મોટા તહેવારો સાથે 17 દિવસની છુટ્ટીઓ દેશભરની બેન્કમાં એક સાથે નહિ રહે. કુલ રાજ્યોમાં ત્યાં ઉજવવા વાળા તહેવારો અને પર્વોના આધારે વધુ છુટ્ટીઓ રહેશે. જણાવી દઈએ કે આરબીઆઇ દર મહિને રજાની યાદી જાહેર કરે છે. આઓ જાણીએ કયા રાજ્યમાં ક્યારે ક્યારે બેન્ક બંધ રહેશે.

નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ 11 રજાઓ

બેન્ક ગ્રાહકોને બ્રાન્ચ સાથે જોડાયેલ કામ નિપટાવવું છે તો આ જ મહિને પતાવી લો. આરબીઆઇએએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે છુટ્ટીની ઘોષણા કરી છે. એ ઉપરાંત નવેમ્બરમાં 4 રવિવાર અને બીજા અને ચોથા શનિવારે સમગ્ર દેશમાં છુટ્ટી રહેશે.

બેંકો

હમણાં જ પતાવી લો બેન્ક સાથે જોડાયેલ કામ

આરબીઆઈ દ્વારા જારી કરાયેલ બેંક રજાઓની યાદી અનુસાર, તમારે તમારી બેંક સાથે સંબંધિત કામ પતાવવું જોઈએ. આનાથી તમે બ્રાન્ચમાં પાછા જવાનું અને કામમાં અટવાઈ જવા જેવી સમસ્યાઓથી બચી શકો છો. નવેમ્બર મહિનો કન્નડ રાજ્યોત્સવ સાથે શરૂ થઈ રહ્યો છે. તેથી, બેંગ્લોર અને ઇમ્ફાલમાં બેંકો 1 નવેમ્બર 2021ના ​​રોજ બંધ રહેશે. આ પછી, 3 નવેમ્બરે નરક ચતુર્દશીના રોજ, ફક્ત બેંગલુરુમાં બેંકોમાં સામાન્ય કામકાજ રહેશે નહીં. 7, 14, 21 અને 28 નવેમ્બરે રવિવારે દેશભરમાં બેંક રજા રહેશે. તે જ સમયે, 13 નવેમ્બરે બીજો શનિવાર અને 27 નવેમ્બરે ચોથો શનિવાર હોવાના કારણે, દેશભરમાં બેંકો બંધ રહેશે.

આ રહી બેંકોમાં રજાની યાદી

  • દિવાળી પૂજાના અવસર પર બેંગલુરુ સિવાય તમામ રાજ્યોમાં 4 નવેમ્બરે બેંકો બંધ રહેશે.
  • અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ અને નાગપુરમાં બીજા દિવસે એટલે કે 5મી નવેમ્બરે ગોવર્ધન પૂજાના દિવસે બેંકો બંધ રહેશે.
  • ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, લખનૌ અને શિમલામાં 6ઠ્ઠી નવેમ્બરે ભાઈ દૂજ, ચિત્રગુપ્ત જયંતિ, નિંગોલ ચકોબાના દિવસે બેંકો સામાન્ય રીતે કામ કરશે નહીં.
  • પટના અને રાંચીમાં 10 નવેમ્બરે છઠ પૂજાના દિવસે બેંકો બંધ રહેશે. તે જ સમયે, 11 નવેમ્બરે છઠ પૂજાના અવસર પર, પટનામાં બેંકોમાં કોઈ કામ થશે નહીં.
  • વાંગલા ઉત્સવ નિમિત્તે શિલોંગમાં તમામ બેંકો 12મી નવેમ્બરે બંધ રહેશે.
  • આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગરમાં 19 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને કાર્તિક પૂર્ણિમાના દિવસે બેંકો બંધ રહેશે.
  • બેંગ્લોરમાં 22 નવેમ્બરે કનકદાસ જયંતિ પર બેંકો કામ કરશે નહીં.
  • શિલોંગમાં 23 નવેમ્બરે સેંગ કુત્સનમ નિમિત્તે બેંકો બંધ રહેશે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!