ઓક્ટોબર મહિનો સમાપ્ત થવા જઈ રહ્યો છે. અને નવેમ્બર મહિનો શરૂ થશે. આવી સ્થિતિમાં, જો તમે નવેમ્બર મહિનામાં બેંકમાં જઈને કોઈ કામ પતાવવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા આરબીઆઈ દ્વારા જારી કરાયેલ બેંક રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસો. અન્યથા બની શકે છે કે તમે બેંક ગયા અને રજાના કારણે તમારું કામ ન થઈ શક્યું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર નવેમ્બર મહિનામાં બેંકો 10 દિવસ બંધ રહેશે. 10 દિવસની રજાઓમાં રવિવાર અને શનિવારની રજાઓનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે 30 દિવસના નવેમ્બર મહિનામાં ગુરુ નાનક જયંતિ, કાર્તિકા પૂર્ણિમા, રાહસ પૂર્ણિમા, કનકદાસ જયંતિ, વાંગલા ફેસ્ટિવલ, કર્ણાટક સ્ટેટ ફાઉન્ડેશન ડે, કુટ ફેસ્ટિવલ અને સેંગ કુત્સાનેમ ફેસ્ટિવલ આવવાના છે. આમાંના મોટાભાગના તહેવારો પ્રાદેશિક છે. આવી સ્થિતિમાં, તમારા શહેરમાં બેંકો કયા દિવસે બંધ રહેશે તે જાણવા માટે, તમારે RBI હોલિડે લિસ્ટ પર નજર રાખવી પડશે.
નવેમ્બર 2022 માં બેંક રજાઓની સૂચિ
1 નવેમ્બર 2022: કર્ણાટક રાજ્ય સ્થાપના/કુટ (બેંગ્લોર અને ઇમ્ફાલમાં બેંકો બંધ)
6 નવેમ્બર 2022 – રવિવાર
8 નવેમ્બર 2022 – ગુરુ નાનક જયંતિ/કાર્તિકા પૂર્ણિમા/રહસ પૂર્ણિમા/વંગાલા ઉત્સવ (અગરતલા, બેંગ્લોર, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોચી, પણજી, પટના, શિલોંગ અને તિરુવનંતપુરમ સિવાય અન્ય તમામ સ્થળોએ બેંકો બંધ)
11 નવેમ્બર 2022 – કનકદાસ જયંતિ/ વાંગલા ફેસ્ટિવલ (બેંગ્લોર અને શિલોંગમાં બેંકો બંધ)
12 નવેમ્બર 2022 – શનિવાર
13 નવેમ્બર 2022 – રવિવાર
20 નવેમ્બર 2022 – રવિવાર
23 નવેમ્બર 2022 – સેંગ કુત્સ્નેમ (શિલોંગમાં બેંકો બંધ)
26 નવેમ્બર 2022 – શનિવાર
27 નવેમ્બર 2022 – રવિવાર
READ ALSO
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે?
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ