GSTV
Home » News » બેન્કો માલામાલ : સરકાર 70 હજાર કરોડ રોકડ આપશે

બેન્કો માલામાલ : સરકાર 70 હજાર કરોડ રોકડ આપશે

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે દેશના આૃર્થતંત્ર અંગે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના મોટા ભાગના દેશોમાં મંદી જોવા મળી રહી છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતીય આૃર્થતંત્રની સિૃથતિ વધુ સારી છે. નાણા પ્રધાને જણાવ્યું છે કે વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધને કારણે મંદી જોવા મળી રહી છે.  તેમણે જણાવ્યું હતું કે સુધારા એક સતત ચાલતી પ્રક્રિયા છે અને દેશમાં સતત આિર્થક સુધારા થયા છે. 

ભારતીય આૃર્થતંત્રની સિૃથતિ અન્ય દેશોની સરખામણીમાં વધુ સારી છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે આિર્થક સુધારાની દિશામાં સરકાર સતત કાર્ય કરી રહી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન(આઇટીઆર) ભરવું પહેલા કરતા સરળ થઇ ગયું છે. નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે જીએસટીને પણ સરળ બનાવવામાં આવશે. અનેક દેશોની સરખામણીમાં આપણા દેશનો વિકાસ દર સારો છે. સરકાર પર આરોપ મૂકવામાં આવી રહ્યાં છે કે ટેક્સ અંગે લોકોને હેરાન કરવામાં આવી રહ્યાં છે. અમે ટેક્સ અને શ્રમ કાયદાઓમાં સતત સુધારા કરી રહ્યાં છે. 

ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમની રચના કરવામાં આવશે અને તેના દ્વારા જ નોટિસ મોકલવામાં આવશે. ૧ ઓક્ટોબરથી કેન્દ્રીય સિસ્ટમથી આવકવેરાની નોટિસ મોકલવામાં આવશે. જેના કારણે ટેક્સ ઉત્પીડનની ઘટનાઓ પર અંકુશ આવશે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે કેપિટલ ગેઇન પર સરચાર્જ પરત લેવામાં આવશે. શેરબજારમાં કેપિટલ ગેઇન અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ(એફપીઆઇ) પર સરચાર્જ વસૂલવામાં નહી આવે.

સરકારે સરકારી બેંકોમાં ૭૦ હજાર કરોડ રૂપિયાની મૂડી ઠાલવવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે કારણકે હાલમાં બંકો અને નોન બેકિંગ ફાયનાન્સ(એનબીએફસી) સિૃથતિ કફોડી છે.  બેંકો અને એનબીએફસી નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. સરકાર દ્વારા મૂડી ઠાલવવાને કારણે તેઓ વધુ લોકોને લોન આપી શકશે. વધુ લોન આપવૈાથી બજારમાં માગ વધશે અને હોમ અને ઓટો સેક્ટરને ફાયદો થશે.

ઓટો સેક્રટર મંદીમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે સરકારે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે કે ૩૧ માર્ચ, ૨૦૨૦ પહેલા ખરીદવૈામાં આવેલા બીએસ-ચાર વાહનો માન્ય ગણાશે. આગામી સપ્તાહમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે પણ કોઇ મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. શેરબજાર મંદીમાંથી પસાર થઇ રહ્યુ છ ત્યાર દેશ અને વિદેશના રોેકાણકારોને અકર્ષવા સરકારે કેપિટલ ગેઇન અને એફપીઆઇ પરનો સરચાર્જ દૂર કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે.

ઉદ્યોગપતિઓને વધુ એક રાહત  CSRનો ભંગ  ક્રિમિનલ અપરાધ નહીં 

ઉદ્યોગપતિઓની ચિંતાને ધ્યાનમાં રાખીને નાણા પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું છે કે કંપની કાયદા મુજબ સીએસઆર(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી)ના નિયમોના ભંગને ક્રિમિનલ અપરાધ ગણવામાં આવશે નહીં.

સીએસઆરના નિયમોને ફક્ત નાગરિક જવાબદારી જ ગણવામાં આવશે.  સંશોિધત કંપની એક્ટ, ૨૦૧૩માં કોર્પોરેટ સોશિયલ  રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)ના નિયમોનું પાલન કરવા બદલ દંડની જોગવાઇઓ પર ઉદ્યોગપતિઓએ ચિંતા વ્યક્ત કરી હતી. 

આૃર્થતંત્રને વેગ આપવા માટે વિવિધ પગલાઓની જાહેરાત કરતી વખતે કેન્દ્રીય નાણા  પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે સરકાર સંપત્તિનું સર્જન કરનારાઓને માન આપે છે. નાણા મંત્રાલય ઉપરાંત કોર્પોરેટ બાબતોના મંત્રાલયની પણ જવાબદારી ધરાવતા નિર્મલા સિતારણે જણાવ્યું હતું કે સીએસઆર નિયમોના ભંગને ક્રિમિનલ અપરાધ ગણવામાં આવશે નહીં અને તેને ફક્ત નાગરિક તરીકેની જવાબદારી ગણવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં કંપની કાયદા મુજબ નફો કરતી કંપનીઓને તેમના છેલ્લા ત્રણ વર્ષના વાર્ષિક સરેરાશ ચોખ્ખા નફાની બે ટકા રકમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટ તરીકે ખર્ચ કરવાની હોય છે.

હવે બેંકોને ઘટાડેલા રેપો રેટનો લાભ ગ્રાહકોને આપવો જ પડશે 

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે આજે જાહેરાત કરી હતી કે આરબીઆઇ દ્વારા રેપો રેટ ઘટાડવાામાં આવતાની  સાથે જ બેંકોએ પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરવો પડશે. અત્યાર સુધી એવું બનતું હતું કે આરબીઆઇ રેપો રટ ઘટાડતી હતી પણ બંકો તેનો લાભ ગ્રાહકોને આપતી ન હતી.   આરબીઆઇ બેંકોને જે દરે ધિરાણ આપે છે  તેને રેપો રેટ કહેવામાં આવશે.

આરબીઆઇ દ્વારા રેપો રેટ ઘટાડવાનો મુખ્ય ઉદ્દેશ બેંકો પાસેથી લોન લેનારાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો હોય છે પણ બેંકો આરબીઆઇ દ્વારા  રેપોે રેટ ઘટાડવામાં આવ્યા પછી પણ લોન લેનારા ગ્રાહકોને કોઇ ફાયદો પહોંચાડતી નથી. સરકારે કરેલી જાહેરાત મુજબ હવે બેંકો લોનના વ્યાજ દર અંગે પોતાની મનમાની કરી શકશે નહીં. 

દેશમાં આર્થિક સંકટ છે હોવાનું ખુદ સરકારના સલાહકાર જ સ્વીકારે છે : રાહુલ 

નીતી આયોગના વીસીના નિવેદન બાદ ભારે વિવાદ થયો છે. તેમણે કહ્યું હતું કે સરકારના જ અધિકારી હવે એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે દેશનું અર્થતંત્ર સંકટ ભરી સ્થિતિમાં છે. કોંગ્રેસ લાંબા સમયથી દેશના અર્થતંત્ર પર ધ્યાન આપી રહી હતી પણ મોદી સરકારે નોટબંધી અને જીએસટી જેવા પગલા ભરીને કોંગ્રેસે જે કર્યું તેના પર પણ પાણી ફેરવી દીધુ છે અને દેશમાં ૭૦ વર્ષમાં ક્યારેય ન જોવા મળ્યું હોય તેવું આર્થિક સંકટ છે. હાલ સમય છે કે મોદી સરકાર આર્થિક સંકટમાંથી દેશને બહાર લાવવા માટે યોગ્ય પગલા ભરે નહીં તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળી શકે છે.

કોઇને પણ ટેક્સ ટેરરિઝમનો સામનો કરવો નહીં પડે  : નિર્મલા 

ટેક્સ અધિકારીઓે અને સત્તાવાળાઓ દ્વારા ઉદ્યોગપતિઓની કરાતી હેરાનગતિના આક્ષેપો પછી નાણા પ્રધાન નિર્મલા સિતારમણે આજે ફેસલેસ ટેક્સ તપાસ કરવાની નવી સિસ્ટમની જાહેરાત કરી હતી. આગામી દશેરાના દિવસથી આ નવી સિસ્ટમ મુજબ કરદાતાઓને નોટિસ આપવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આગામી દશેરાથી કોમ્પ્યુટર જનરેટેડ યુનિક આઇડી નંબર સિવાયની નોટિસ અને સમન્સને માન્ય ગણવામાં આવશે નહીં. સરકારના આ નિર્ણયને કારણે ગેરકાયદે ટેક્સ સમન્સ પર અંકુશ મૂકી શકાશે.  નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે  સરકાર પર આરોપ મૂકવામાં આવી રહ્યાં છે કે ટેક્સ અંગે લોકોને હેરાન કરવામાં આવી રહ્યાં છે. અમે ટેક્સ અને શ્રમ કાયદાઓમાં સતત સુધારા કરી રહ્યાં છે. 

ટેક્સ નોટિસ માટે કેન્દ્રીય સિસ્ટમની રચના કરવામાં આવશે અને તેના દ્વારા જ નોટિસ મોકલવામાં આવશે. ૧ ઓક્ટોબરથી કેન્દ્રીય સિસ્ટમથી આવકવેરાની નોટિસ મોકલવામાં આવશે. જેના કારણે ટેક્સ ઉત્પીડનની ઘટનાઓ પર અંકુશ આવશ.ે

સરકારી વિભાગો પર નવા વાહનો ખરીદવા પર મૂકાયેલો પ્રતિબંધ દૂર કરાયો 

ઓટો સેક્ટરમાં ચાલી રહેલી મંદીને દૂર કરવા માટે નાણા પ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા ત્રણ મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. સૌથી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા નિર્મલા સિતારમણે જણાવ્યું છે કે સરકારી વિભાગો પર નવા વાહનો ખરીદવા પર મૂકવામાં  આવેલો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. એટલે કે સરકારી વિભાગો અને કંપનીઓ નવા વાહનો ખરીદી શકશે. જેના કારણે ઓટો સેક્ટરના વેચાણમાં વૃદ્ધિ જોવા મળશે. 

બીજી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા નિર્મલા સિતારમણે જણાવ્યું છે કે માર્ચ, ૨૦૨૦ સુધી ખરીદવામાં આવેલા વાહનો પર વધારાના  ૧૫ ટકાના ઘસારાને મંજૂરી આપવામાં આવી છે.  ત્રીજી મહત્ત્વપૂર્ણ જાહેરાત મુજબ ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં ખરીદાયેલા બીએસ-૪ વાહનો માન્ય ગણવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલીક ઓટોમોબાઇલ કંપનીઓએ વાહનોના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે તો કેટલીક કંપનીઓએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે.  આ ઉપરાંત ઓટોમોબાઇલ ઉદ્યોગ ઇચ્છે છે કે ઓટોમોબાઇલ પરનોે જીએસટી ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવે. એક અંદાજ મુજબ છેલ્લા ત્રણથી ચાર મહિનામાં ઓટોમોબાઇલ સેક્ટરમાં ૧૫,૦૦૦ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. 

અર્થતંત્રને વેગ આપવા સિતારમણની 20  જાહેરાતો

 • * શેરબજારમાં કેપિટલ ગેઇન પરનો સરચાર્જ દૂર કરવામાં આવશે.
 • * સ્ટાર્ટ એપ ટેક્સના નિરાકરણ માટે અલગ સેલની રચના કરવામાં આવશે.
 • * લોન અરજીની ઓનલાઇન સમીક્ષા કરવામાં આવશે
 • * બેંકોએ લોન પૂર્ણ થયા પછી ૧૫ દિવસની અંદર  સિકિયોરિટી રિલેટેડ ડોક્યુમેન્ટ આપવા પડશે.
 • * રેપો રેટ ઘટતાની સાથે જ બેંકોના વ્યાજ દર ઘટી જશે.
 • * બેંકોએ વ્યાજ દરોમાં ઘટાડાનો ફાયદો લોકોને આપવો પડશે.
 • * બેંકો માટે ૭૦ હજાર કરોડ રૂપિયા જારી કરવામાં આવશે.
 • * સરકાર ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ પર ફોક્સ કરી રહી છે.
 • * ઘર અને વાહન ખરીદવા વધુ ક્રેડિટ સપોર્ટ આપવામાં આવશે.
 • * બેેંકોએ કેવાયસી માટે આધારની પ્રામાણિકતા માટે વારંવારની પ્રક્રિયાથી બચવું જોઇએ.
 • * એમએસએમઇના તમામ પેન્ડિંગ જીએસટી રિફન્ડ ૩૦ દિવસની અંદર પરત આપવામાં આવશે.
 • * ભવિષ્યમાં જીએસટી રિફન્ડ મેટર સામે આવ્યા પછી ૬૦ દિવસની અંદર તેનો ઉકેલ મેળવવો પડશે.
 • * એમએસએમઇની એક જ પરિભાષા હશે. તેના દ્વારા કંપની પોતાના કાર્યો સરળતાથી કરી શકશે. આ એક્ટને ટૂંક સમયમાં જ કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે.
 • * આધાર આધારિત કેવાયસી દ્વારા ડીમેટ અને મ્યુચલ ફંડમાં રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવશે.
 • * નોકરીની તકો વધારવી પણ સરકારની પ્રાથમિકતામાં સામેલ છે. આ માટે સરકાર અનેક યોજનાઓ પર કાર્ય કરી રહી છે.
 • * ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં ખરીદાયેલા બીએસ-ચાર વાહનો માન્ય ગણાશે
 • * ૨૦૧૪થી સરકારે આર્થિક સુધારા ચાલુ કર્યા છે અને ભવિષ્યમાં પણ સુધારા નિરંતર ચાલુ રહેશે.
 • * ભારતનો જીડીપી અન્ય દેશો કરતા ઉંચો છે.
 • * મંદી માત્ર વિકાસશીલ દેશોમાં જ નહીં પણ વિકસિત દેશોમાં પણ જોવા મળી રહી છે.
 • * સીઅએસઆર ભંગને ક્રિમિનલ અપરાધ ગણવામાં આવશે નહીં.

READ ALSO

Related posts

ગર્લફ્રેન્ડ સમજીને પોલીસ સાથે ચૅટ કરતો રહ્યો બદમાશ, પછી જે થયું એ જોરદાર છે…

Bansari

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari

NASAએ રજૂ કર્યુ નવું સ્પેસ સૂટ, ફોટોઝમાં જુઓ કેવું છે તે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!