GSTV
Home » News » દિવાળી પહેલાં 5માંથી 3 દિવસ બેંકો પાડશે હડતાલ, જોઈ લો તારીખું લિસ્ટ

દિવાળી પહેલાં 5માંથી 3 દિવસ બેંકો પાડશે હડતાલ, જોઈ લો તારીખું લિસ્ટ

દિવાળી પહેલા જ બેંકોમાં હડતાલથી કામગીરીને અસર થઈ શકે છે. 10 બેંકોના મર્જરના વિરોધમાં 22 ઓક્ટોબરના રોજ હડતાલની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ યુનિયન અને ભારતીય બેંક કર્મચારી સંઘ દ્વારા થનારી હડતાલને ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ (એઆઇટીયુસી)એ પણ સમર્થન આપ્યું છે.

તહેવારોની સીઝનમાં બેંકની હડતાલના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો આ હડતાલ થાય તો દિવાળીના 5 દિવસોમાંથી 3 દિવસ બેંકો બંધ રહેશે. સરકારે 4 જાહેર બેંકો બનાવવા માટે 10 જાહેર બેંકોને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. બેંકના કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. એઆઇટીયુસીએ 22 ઓક્ટોબરના રોજ સૂચિત દેશવ્યાપી બેંક હડતાલને સમર્થન આપ્યું છે. એઆઈટીયુસીએ બુધવારે એક નિવેદનમાં કહ્યું, ‘અમે 22 ઓક્ટોબરના રોજ ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ યુનિયન અને ભારતીય બેંક કર્મચારી સંઘ દ્વારા સંયુક્ત રીતે આયોજિત રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું સમર્થન કરીએ છીએ.

સરકારે જાહેર ક્ષેત્રની 10 બેંકોને ચાર બેંકો બનાવી મર્જ કરવાના વિરોધમાં આ હડતાલ કરવામાં આવશે. સરકારના આ નિર્મય છ મહત્વની રાષ્ટ્રીય બેંકોની બંધ કરવાનો છે. એઆઇટીયુસીએ સરકારના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ અને અનપેક્ષિત ગણાવ્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આંધ્ર બેંક, અલ્હાબાદ બેંક, સિન્ડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ હવે બંધ થવાની કગાર પર છે. આ તમામ સારું પ્રદર્શન કરતી બેંકો છે. તમામ બેંકોએ દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, આ તમામ લોકોને પોતાનો ઈતિહાસ છે અને સમની સાથે સાથે તે મોટી બેંકો પમ બની ગઈ છે.

Read Also

Related posts

કેટલું પેટ્રોલ ગયુ ટાંકીમાં, મોબાઈલ પર આવશે નોટિફિકેશન

Kaushik Bavishi

બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડી રહ્યો હતો આ શખ્સ અન્યનાં રૂપિયા, બોલ્યો મને લાગ્યું કે મોદીજીએ મોકલ્યા

pratik shah

ટ્રોલર્સના નિશાના પર ન્યાસા, શોર્ટ ટોપમાં અજય દેવગન સાથે મંદિર પહોંચી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!