આવતા મહિને બે દિવસ ફરીથી પડશે બેંક હડતાળ, જરૂરી કામ પતાવી લેજો

નવા વર્ષના પ્રારંભમાં વધુ એક બેંક હડતાળ માટે ગ્રાહક તૈયાર થઇ જશે. બેંકોના કેટલાંક યૂનિયન જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં હડતાળનું આયોજન કરવા જઇ રહ્યાં છે. બે મહિનામાં આ બીજી વખત એવુ બન્યુ હશે કે જ્યારે બેંકોમાં હડતાળ થવા જઇ રહી છે.
જોકે, આ હડતાળમાં કેટલાંક બેંક યૂનિયન સામેલ થશે નહીં. પરંતુ અમારી સલાહ છે કે તમે તમારા બેંકિંગ કાર્ય સમય પહેલા પતાવી નાખો, કારણકે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

બે દિવસની હડતાળ, 4 દિવસ બંધ રહી શકે છે બેંક

આ હડતાળ તો બે દિવસની થશે, પરંતુ તેની અસર ચાર દિવસ સુધી જોવા મળી શકે છે. બેંકમાં હડતાળ 8 અને 9 જાન્યુઆરીએ છે. આ અગાઉ 6 જાન્યુઆરીએ રવિવાર છે. 7 જાન્યુઆરીએ સોમવાર છે. હડતાળ બુધવાર અને ગુરૂવારે થશે.

આ સંગઠન થશે સામેલ

બેંક કર્મચારીઓના બે યૂનિયન-ઑલ ઈન્ડિયા બેંક એમ્પલોઇઝ એસોસિએશન (એઆઈબીઈએ) અને બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઑફ ઈન્ડિયા (બીઈએફઆઈ)થી સંબંધિત કર્મચારી આ હડતાળમાં સામેલ થશે. આ બંને સંગઠન વામ મોરચાથી સંબંધિત છે. દેશમાં બેંક કર્મચારીઓના કુલ નવ સંગઠન છે. એવામાં 6 સંગઠનો સાથે જોડાયેલ બેંક કર્મચારી હડતાળથી દૂર રહેશે.

નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બેંક વર્કર્સના ઉપાધ્યક્ષ અશ્વિની રાણાએ કહ્યું છે કે આ એક રાજકીય હડતાળ છે અને તેના બેંક કર્મચારીઓના મુદ્દા સાથે કોઈ લેવડ-દેવડ નથી. તેથી સાત યૂનિયન તેમાં હિસ્સો લેશે નહીં.

હડતાળને પગલે અબજો રૂપિયાની ક્લિયરિંગ પ્રભાવિત થવાની આશંકા છે. જેનાથી વેપારીઓના કામ તો અટકશે, જેને પગલે કેટલાંક સરકારી કાર્ય પણ પ્રભાવિત થઇ શકે છે.રીયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને નેશનલ ઇલેક્ટ્રૉનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના ગેટવેથી થાય છે.

દેશભરમાં દર મહિને સરેરાશ એક લાખ અબજ રૂપિયા આરટીજીએસ અને લગભગ 15,350 અબજ રૂપિયા એનઈએફટી દ્વારા ટ્રાન્સફર થાય છે. ઇલેક્ટ્રૉનિક પેમેન્ટ સિસ્ટમના આ મોટા ગેટવે બંધ થવાની અસર બેંકિંગ લેવડ-દેવડ પર પડશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter