GSTV
Gujarat Government Advertisement

આ બે સરકારી બેંકોએ લીધો મોટો નિર્ણય, ગ્રાહકોને આપી મોટી રાહત

Last Updated on July 8, 2020 by pratik shah

કોરોનાના આ સંકટમાં દેશની મોટાભાગની બેંકો દર બીજા દિવસે કોઈક મોટો નિર્ણય લઈ રહી છે. કેટલાક નિર્ણયો ગ્રાહકોને રાહત આપવા જઈ રહ્યા છે, જ્યારે કેટલાક નિર્ણયોથી નુકસાન પણ વેઠવું પડી રહ્યુ છે. જોકે, આ વખતે દેશની બે સરકારી બેંકોએ ગ્રાહકોને રાહત આપવા માટે સમાન નિર્ણય લીધો છે. આ બે સરકારી બેંકો છે – કેનરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર છે. ચાલો જાણીએ આ બેંકોના નિર્ણય વિશે ..

બેંકોએ MCLRમાં કર્યો ઘટાડો

વાસ્તવમાં, કેનેરા બેંક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રએ  ફંડના સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (એમસીએલઆર) માં અનુક્રમે 0.10 અને 0.20 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો તમામ ટર્મ લોન પર કરવામાં આવ્યો છે. આ કપાતનો અર્થ એ છે કે ઘર, ઓટો અને અન્ય ટર્મ લોનના વ્યાજ દર સસ્તા થઈ ગયા છે. આ સાથે લોનની EMI ભરનારા લોકોને પણ રાહત મળશે.

કેટલી કપાત

બેંગ્લોર સ્થિત કેનેરા બેંકે એક વર્ષની એમસીએલઆર અગાઉના 7.65 ટકાથી ઘટાડીને 7.55 ટકા કરી દીધી છે. કેનેરા બેંક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એક દિવસ અને એક મહિનાનો વ્યાજ દર 0.10 ટકા ઘટાડીને 7.20 ટકા કરાયો છે. જ્યારે ત્રણ મહિના માટે, એમસીએલઆર 7.55 ટકાથી ઘટાડીને 7.45 ટકા કરવામાં આવ્યો છે.

તેવી જ રીતે, પુણેની બેંક ઓફ મહારાષ્ટ્ર (બીઓએમ) એ એક વર્ષના એમસીએલઆરને 0.20 ટકા ઘટાડીને 7.50 ટકા કરી દીધો છે. અત્યાર સુધીમાં તે 7.70 ટકા હતી. આ સતત ચોથા મહિનો છે જ્યારે બેંકે એમસીએલઆર ઘટાડ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો?

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!