GSTV

શું તમે બેંકની સુવિધાઓથી પરેશાન છો તો ચિંતા ના કરો, આ રીતે ઘરે બેઠા જ ફરિયાદ કરો સીધી RBI ને

Last Updated on February 5, 2021 by Karan

કેટલીક બેંક વારંવાર કહેવા પર પણ તમારી ફરિયાદનું નિવારણ નથી લાવતી હોતી ત્યારે હવે તમે આ ફરિયાદ RBI પાસે જઇને પણ કરી શકો છો. એ માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પોતાની વેબસાઇટ પર CMS શરૂ કર્યું છે. આ પોર્ટલના આધારે તમે બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) સહિત તમામ ફાઇનાન્શિયલ સર્વિસ આપનારી કંપનીઓની ફરિયાદ દાખલ કરાવી શકે છે. તો અહીં જાણીશું કે આખરે કઇ-કઇ સમસ્યાઓ માટે ફરિયાદ કરી શકાય છે અને કેવી રીતે તમે ફરિયાદ કરી શકશો.

કઇ-કઇ સમસ્યાઓ માટે ફરિયાદ કરી શકો?

RBI ની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, ચેક, ડ્રાફ્ટ, બિલ પેમેન્ટ અથવા કલેક્શનમાં વગર કારણે લેટ થવું, નાના મૂલ્યની નોટોનો સ્વીકાર ન કરવો, રેમિટેંસના પેમેન્ટમાં વિલંબ અથવા તો તેને રોકવું, ડ્રાફ્ટ, પે ઓડર્સ અથવા તો બેંકર્સ ચેક જારી કરવામાં અથવા તો તેમાં નિષ્ફળ રહેવાના વાયદા અનુસાર બેંકિંગ સેવાઓ (લોન અને એડવાન્સ) ને આપવામાં વિલંબ કરવો તેમજ વગર કોઇ કારણોસર ડિપોઝિટ એકાઉન્ટ બનાવવામાં ના કહેવી, મોબાઇલ બેંકિંગના સંદર્ભમાં RBI ના નિર્દેશોનું નહીં માનવું, વગર નોટિસ ડિપોઝિટ એકાઉન્ટ બંધ કરી દેવું, રિકવરી એજન્ટોની સેવાઓ લેવામાં RBI ના નિયમોનું પાલન નહીં કરવું.

ક્યારે કરી શકો છો લોકપાલ પાસે ફરિયાદ?

જો તમારી બેંક ફરિયાદ આપ્યાના એક મહીના બાદ પણ તમને કોઇ જ જવાબ નથી આપતી અને તેને ખારિજ કરી દે છે અથવા તો તમે બેંકના જવાબથી સંતુષ્ટ નથી તો તમે લોકપાલનો દરવાજો ખટખટાવી શકો છો.

લોકપાલ અધિકારીને ઘરે બેઠા જ તમે આ રીતે કરી શકશો ફરિયાદ

https://cms.rbi.org.in વેબસાઇટ સિવાય એપ દ્વારા પણ ફરિયાદ દાખલ કરાવી શકો છો.

  1. તમારે https://cms.rbi.org.in પર જવાનું રહેશે. ત્યાર બાદ ‘ફાઇલ ઍન્ડ કમ્પ્લેઇન’ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  2. ત્યાર બાદ તમે તમારી ભાષાને પસંદ કરો. ‘ફાઇલ ઍન્ડ કમ્પ્લેઇન વિથ લોકપાલ ઓમ્બડ્સમેન અગેઇન્સ્ટ એન્ડ એલિજિબલ રેગ્યુલેટેડ એંટિટી’ પર ક્લિક કરો. ડ્રોપડાઉન લિસ્ટથી બેંક, NBFC અથવા તો સિસ્ટમ પાર્ટિસિપેન્ટને પસંદ કરો. અર્થ એ સ્પષ્ટ છે કે, જો તમે બેંકની સર્વિસથી પરેશાન છો તો બેંકને સિલેક્ટ કરો.
  3. ત્યાર બાદ લૉજ ક્મ્પ્લેંટ પર સામાન્ય વ્યાજ ભરો. પછી કેલેન્ડર ક્લિક કરો. ‘ડેટ ઑફ કમ્પ્લેંટ’ અને ‘ડેટ ઑફ રિપ્લાઇ’ ફીલ્ડમાં ડિટેઇલ ભરો.
  4. ત્યાર બાદ તમે ફરિયાદની પૂરી વિગત આપવાની રહેશે. અર્થ એ સ્પષ્ટ છે કે, શું ફરિયાદ ઇ-વોલેટ સાથે જોડાયેલી છે અથવા તો ટ્રાન્ઝેક્શનનો ઉદ્દેશ છે. તમારી સંપૂર્ણ વિગતો આપવી પડશે. તેમાં નામ, ઉંમર, ફોન નંબર, તમામ વિગતો લખવાની રહેશે. એક વાર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ‘Next’ પર ક્લિક કરો.
  5. હવે તમારે ડ્રોપડાઉન લિસ્ટમાંથી એકાઉન્ટની કેટેગરી પસંદ કરવાની રહેશે. બેંક એકાઉન્ટ અથવા ATM/ક્રેડિટ/ડેબિટ કાર્ડની ડિટેઇલ આપવાની રહેશે. વિવાદની રકમ, વળતરની રકમ વગેરે ભરો. ત્યાર બાદ ‘કમ્પેંટ કોમેન્ટ્સ સેક્શન’ માં બેંક/વ્યક્તિની વિગતો દાખલ કરો કે જેની વિરૂદ્ધ ફરિયાદ કરવાની છે. એક વાર આ પ્રક્રિયા પૂર્ણ કરી લીધા બાદ ‘Next’ પર ક્લિક કરો.
  6. ત્યાર બાદ તમારી સામે ડેક્લેરેશન ઇન્ફોર્મેશન આવશે. તેને ધ્યાનથી વાંચો. આને સ્વીકાર કર્યા બાદ ‘Next’ પર ક્લિક કરો.
  7. આપે હવે એ વ્યક્તિની વિગત આપવાની રહેશે કે જેની વિરૂદ્ધ ફરિયાદકર્તાએ ફરિયાદ કરી છે. એ માટે રેડિયો બટન પસંદ કરો. પછી Next પર ક્લિક કરો. યોગ્ય નામાંકન નિવેદન દાખલ કરો. પછી Next પર ક્લિક કરીને આગળ વધો.
  8. સૌથી છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને તમારી ફરિયાદને સફળતાપૂર્વક દાખલ કરો. એપ ફરિયાદ કરનારાઓને આપમેળે જનરેટ થનારી સ્વીકૃતિ આપે છે. જેનાથી તમે ફરિયાદની સ્થિતિને ટ્રેક કરી શકો છો.

READ ALSO :

Related posts

મીઠો લીમડો/ માત્ર સ્વાદ માટે જ નથી જાણીતો, ફાયદાઓ જાણી લેશો તો દરરોજ દાળ-શાકમાં નાખવાનું નહીં ભૂલો

Bansari

અર્થતંત્ર / બજારમાં નહીં ફરતી થાય કડકડતી નોટો, ટોચના અર્થશાસ્ત્રીઓની સલાહ છતાં મોદી સરકારે લીધો આ નિર્ણય

Dhruv Brahmbhatt

રેકેટ/ જેલની હવા ખાઈ રહેલા રાજ કુન્દ્રાની ઓફિસમાંથી એક બે નહીં મળી 120 એડલ્ટ મૂવી, પોલીસ પકડે તો આવો હતો પ્લાન બી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!