GSTV
Home » News » ગુજરાતીઓના 90 અબજ તો બેન્કોએ કરી રાખ્યા છે બ્લોક, રૂપિયા ઉઠાવે તો ફટકારેશે દંડ

ગુજરાતીઓના 90 અબજ તો બેન્કોએ કરી રાખ્યા છે બ્લોક, રૂપિયા ઉઠાવે તો ફટકારેશે દંડ

વ્યાપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ફરજીયાત રીતે બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવવું પડે છે અને તેના માટે મોટા ભાગની બેંકો દ્વારા મીનીમમ બેલેન્સ તરીકે રૂ. ૧૦,૦૦૦થી  માંડીને રૂ. ૨૫ હજાર જેટલી રકમની ફરજીયાત માંગણી કરતી હોય છે તેમજ વખાના માર્યા વેપારીઓને ભારે નાણાકીય ખેંચતાણ વચ્ચે આટલી મોટી રકમ ફરજીયાત બ્લોક કરી રાખવી પડે છે. ત્યારે પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા માત્ર રૂ. એક હજારની મીનીમમ રકમ દ્વારા જ આવું કરન્ટ એકાઉન્ટ ખોલવામાં આવી રહ્યું છે. જેનો લાભ હવે વેપારીઓ દ્વારા મોટેભાગે લેવાનું શરુ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં જીએસટી હેઠળ નવ લાખ જેટલા અંદાજીત વેપારીઓ- કંપનીઓ નોધાયેલી છે. આ તમામ દ્વારા ખોલવામાં આવેલા કરન્ટ એકાઉન્ટમા વધારે નહી તો પણ સરેરાશ રૂ. દસ હજારની મીનીમમ બેલેન્સની રકમની ગણતરી કરવામાં આવે તો પણ વેપારીઓના સરેરાશ નેવું અબજ રૂપિયા બેન્કોમાં બ્લોક થઇ ગયા છે. જેના ઉપર કોઈ વ્યાજની આવક પણ થતી નથી. વ્યક્તિગત રીતે નાની લગતી આ રકમને જો સામુહિક રીતે ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો ઘણો મોટો અને નજરે ચઢે તેવો છે. જેનો ઉપયોગ માત્ર બેંકો પોતાના જ ફાયદા માટે કરે છે.

જો કે, કેટલીક બેંકો મેટ્રો શહેર તેમજ ટાઉન અને રૂરલ માટે આ કરન્ટ એકાઉન્ટમા મીનીમમ બેલેન્સના દરો અલગ અલગ પણ રાખે છે. આઈડીએફસી બેંક દ્વારા કરન્ટ એકાઉન્ટ માટેનો મીનીમમ બેલેન્સનો દર સૌથી ઉંચો એટલે કે રૂ. ૨૫ હજારનો રાખવામાં આવ્યો છે. તેની સામે સહકારી બેન્કોનો દર ઘણો જ ઓછો છે. જયારે નવી શરુ થયેલી પોસ્ટ પેમેન્ટ બેન્કનો મીનીમમ બેલેન્સનો દર સૌથી ઓછો એટલે કે માત્ર એક હજાર રૂપિયા જ રાખવામાં આવતા વેપારીઓ આવા ખાતા તરફ આકર્ષાઈ રહ્યા છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!