GSTV
Home » News » મોદી સરકારના શાસનમાં બેન્કો રામભરોસે : છ માસમાં 95,800 કરોડની છેતરપિંડી

મોદી સરકારના શાસનમાં બેન્કો રામભરોસે : છ માસમાં 95,800 કરોડની છેતરપિંડી

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના ગાળામાં ભારતની સરકારી બેકોમાં 95,800 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હતી તેમ દેશના નાણા પ્રધાન નિર્મલા સિતારમને એક લેખિત પ્રશ્રના જવાબમાં રાજ્યસભામાં જણાવ્યું હતું. 1 એપ્રિલ, 2019થી 30 સપ્ટેમ્બર, 2019 સુધીના ગાળામાં સરકારી બેંકોમાં છેતરપિંડીના 5743 કેસો નોંધવામાં આવ્યા હતાં. નાણા પ્રધાને જણાવ્યું છે કે બેંકોમાં છેતરપિંડીના કેસો ઘટાડવા માટે સરકાર અનેક પગલા લઇ રહી છે. છેલ્લા બે નાણાકીય વર્ષોમાં નિષ્ક્રિય કંપનીઓના 3,38,000 બેંક ખાતા સૃથગિત કરી દેવામાં આવ્યા છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 25400 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. ત્યારબાદ પંજાબ નેશનલ બેંકમાં 10800  કરોડ રૂપિયા તથા બેંક ઓફ બરોડામાં 8300 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હતી.

નાણા પ્રધાને જણાવ્યું છે કે સરકારે આ માટેનો નવો કાયદો પણ અમલમાં મૂક્યો છે. જે હેઠળ અપરાધ આચરીને વિદેશ ભાગી ગયેલા અપરાધીઓની સંપત્તિ ટાંચમાં લઇ લેવામાં આવે છે. બેંકરોએ આરોપ મૂક્યો છે કે આ છેતરપિંડીમાં બેંકના કેટલાક અિધકારીઓ પણ સંકળાયેલા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 2016માં કડક બેંકરપ્સી અને ઇનસોલવન્સી કાયદો અમલમાં મૂક્યો છે.દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકને ગયા વર્ષે બે અબજ ડોલરનું નુકસાન થયું હતું. પીએનબીએ આરોપ મૂક્યો હતો કે કેટલાક કર્મચારીઓએ અનેક વર્ષો સુધી જ્વેલરી ગુ્રપને વિદેશમાં ભંડોળ મેળવવા માટે નકલી બેંક ગેરંટી ઇશ્યુ કરી હતી.

દરેક બ્રાન્ચોમાં અલગ અલગ ડિઝાઇનનું ફર્નિચર હોવાથી તેને એક સરખું યુનિફોર્મ ફર્નિચર કરવાની યોજના

સ્ટેટ બેંકે તેના સાઇન બોર્ડમાં લાઇટ બ્લૂના બદલે ડાર્ક બ્લૂ કલર કરવા પાછળ રૂ.500 કરોડ વેડફી નાખ્યા છે. વાત હજુ આટલી નથી અટકી. સરકારે કરોડો રૂપિયાનું રાહત પેકેજ આપ્યુ છે તો આ પૈસાને ક્યાંક ઠેકાણે તો પાડવા પડશેને એટલે મેનેજમેન્ટે હવે દેશભરની 20,000 બ્રાન્ચોમાં ફર્નિચર બદલવાની મોટી યોજના બનાવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજમેન્ટને હવે તેની બ્રાન્ચોમાં અલગ અલગ ડિઝાઇનનું ફર્નિચર હોય તે પસંદ નથી. તેમનું માનવુ છે કે ખાનગી બેન્કોની જેમ સ્ટેટ બેન્કમાં પણ દરેક બ્રાન્ચમાં એક સરખા પ્રકારનું, એક સરખા કલરનું ફર્નિચર હોવુ જોઇએ એટલે હવે દરેક બ્રાન્ચોમાં યુનિફોર્મ ફર્નિચર વસાવવામાં આવશે.

 બેન્ક અધિકારીઓનું કહેવુ છે કે મોટી બ્રાન્ચ હોય તો ફર્નિચરનો ખર્ચ રૂ.50 લાખ આવે અને નાની બ્રાન્ચ હોય તો રૂ.પાંચ લાખ પણ આવે પરંતુ એવરેજ રૂ.10 લાખની કિંમત ગણીએ તો પણ 20,000 બ્રાન્ચોમાં ફર્નિચર બદલવાનો ખર્ચ રૂ.2,000 કરોડે પહોંચે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સાઇન બોર્ડ બદલવા રૂ.500 કરોડ ખર્ચી નાખ્યા

ખોટના ખાડામાં પડેલી સરકારી બેન્કોને મદદ કરવા માટે હજુ તો ગત ઓગસ્ટમાં સરકારે પ્રજાના ખિસ્સામાંથી કાઢેલા રૂ.70,000 કરોડ રૂપિયા સરકારી બેન્કોને આપ્યા હતા તે સાથે જ સ્ટેટ બેન્કે આ પૈસાને આડેધડ ઉડાવવાની શરૂઆત કરી દીધી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ વડોદરા મોડયૂલમાં આવતી બ્રાન્ચો સહિત દેશભરની 20,000 બ્રાન્ચોમાં તાજેતરમાં સાઇનબોર્ડ બદલ્યા છે.

સાઇન બોર્ડના ખર્ચનો આંકડો જોઇને આંખો ફાટી જશે. હા… સ્ટેટ બેંકે માત્ર સાઇન બોર્ડ બદલવા પાછળ રૂ.500 કરોડનો ધૂમાડો કરી દીધો છે. આ અંગે બેંકના કેટલાક અધિકારી સાથે વાત કરતા નામ જાહેર નહી કરવાની શરતે તેઓએ કહ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અગાઉના સાઇન બોર્ડમાં લાઇટ બ્લૂ કલર હતો.આ કલર બેંકની સ્થાપના થઇ ત્યારથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યો હતો. પરંતુ બેન્ક મેનેજમેન્ટે અચાનક નિર્ણય લીધો કે લાઇટ બ્લૂ કલરને બદલે ડાર્ક બ્લૂ કલર કરવો. આવા તુક્કેબાજ નિર્ણયના કારણે દેશભરમાં આવેલી સ્ટેટ બેન્કની 20,000 બ્રાન્ચોમાં સાઇન બોર્ડ બદલવા પડયા છે.

વડોદરા મોડયૂલમાં પાંચ રિજન છે. એક રિજનમાં 35 થી 40 બ્રાન્ચ હોય છે તે દ્રષ્ટિએ વડોદરા મોડયૂલમાં 200 બ્રાન્ચ છે. આ 200 બ્રાંચમાં જ સાઇન બોર્ડ બદલવા માટે 3 કરોડનો ખર્ચ કરાયો છે. ગુજરાતમાં વડોદરા જેવા 6 મોડયૂલ છે એટલે ગુજરાતમાં જ સાઇન બોર્ડ બદલવા સ્ટેટ બેન્કે રૂ.20 કરોડનો ખર્ચ કરી નાખ્યો આમ દેશભરની કુલ 20,000 બ્રાન્ચોનો હિસાબ કરવામાં આવે તો તે રૂ.500 કરોડથી પણ વધુ થઇ જાય છે.

READ ALSO

Related posts

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!