GSTV
Gujarat Government Advertisement

જલ્દી પતાવી લો તમારા જરુરી કામ, માર્ચમાં આ કારણે સતત 8 દિવસ બંધ રહી શકે છે બેન્ક

બેન્ક

Last Updated on February 28, 2020 by Ankita Trada

જો તમારુ કોઈ બેન્ક સાથે જોડાયેલુ કામ છે તો, તેને આગામી 8 માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેશો તો ખૂબ જ સારુ રહેશે. કારણ કે, માર્ચમાં સતત આઠ દિવસ સુધી બેન્ક બંધ રહી શકે છે. માર્ચમાં લોકોનો પસંદીદા રંગોનો તહેવાર હોળીની રજાઓ અને બેન્ક કર્મચારીઓની પ્રસ્તાવિત હડતાલથી સતત આઠ દિવસ સુધી બેન્ક બંધ રહી શકે છે.

બેન્ક કર્મચારીઓ હડતાલ પર જઈ શકે છે

8 માર્ચના રોજ રવિવારની રજા છે, જ્યારે કે 9-10 માર્ચની હોળીની રજા છે. 11-12-13 માર્ચના રોજ બેન્ક કર્મચારીઓ હડતાલ પર જઈ શકે છે. જો બેન્ક કર્મચારીઓ હડતાલ પર ગયા તો, સતત 6 દિવસ સુધી રજા થશે, તો 14 માર્ચના રોજ મહિનાનો બીજો શનિવાર છે અને 15 માર્ચના રોજ રવિવાર છે. તેથી બેન્કમાં લગભગ 8 દિવસ સુધી બંધ રહી શકે છે.

તો બેન્ક કર્મચારી કરશે હડતાલ

બેન્ક કર્મચારી ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા બેન્ક એમપ્લોઈ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યુ છે કે, જો અમારી માગણીઓને પૂર્ણ ન કરવામાં આવી તો, સાર્વજનિક ક્ષેત્રના બધા જ બેન્ક કર્મચારી 11 થઈ 13 માર્ચની વચ્ચે ત્રણ દિવસની હડતાલ પર જશે.

આ છે પ્રમુખ માગો

આ બેન્ક કર્મચારીઓની માગ છે કે, સેલરીને દર પાંચ વર્ષ પર રિવાઈજ કરવામાં આવે. છેલ્લી વખત વર્ષ 2012માં સેલેરી રિવાઈજ કરવામાં આવી હતી. આગામી વખત આ 2017માં થવાનું હતું, પરંતુ તે હજુ સુધી થઈ શક્યુ નથી. તે સિવાય બેન્ક યૂનિયની માગ છે કે, અઠવાડીયમાં બે દિવસની રજા હોવી જોઈએ, સ્પેશયલ એલાઉન્સને બેસિક પે સાથે જોડવામા આવે, ન્યૂ પેન્શન સ્કીમ ખતમ કરી દેવામાં આવે અને ફેમિલી પેન્શન સ્કીમમાં સુધાર લાવવામાં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel

ખરતા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!