GSTV
Gujarat Government Advertisement

મીનિમમ બેલેન્સ જાળવો : બેન્કો 10 હજાર કરોડ રૂપિયા લઈ ગઈ, ચેક કરો ખાતું

Last Updated on December 21, 2018 by Karan

જાહેર ક્ષેત્રની બેંકો વગદાર ઉદ્યોગપતિઓને આપેલી લોન વસુલ કરવામાં ભલે નબળી પુરવાર થઇ હોય, દેશની વીજ સુરક્ષાના નામે પાવર પ્લાન્ટ કંપનીઓને આપેલી લોન સામે ચાલીની ઘટાડી દેવા માટે અને તેના ઉપર વ્યાજનો દર ઘટાડી દેવા માટે પણ તૈયાર છે. આ જ સરકારી બેંકો, જોકે સામન્ય માણસોને લુંટી લેવામાં કોઈ કચાશ રાખતી નથી. સરકારની માલિકીની બેંકોએ ATMમાં પરવાનગી કરતા અન્ય બેંકના ATMમાંથી નાણા ઉપાડવા માટે અને મીનીમમ બેલેન્સ નહી રાખવા બદલ કુલ રૂ.૧૦,૪૦૭ કરોડના ચાર્જ ગ્રાહકો પાસેથી વસુલ્યા છે.

લઘુત્તમ બેલેન્સ રાખ્યું હોય નહી તો ચાર્જ વસુલ્યો

કેન્દ્ર સરકરે આપેલી આ માહિતીમાં ખાનગી અને વિદેશી બેંકોના આંકડા આપવામાં આવ્યા નથી. મંગળવારે લોકસભામાં પુછાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય નાણા મંત્રાલયે માહિતી આપી હતી કે પાછલા સાડા ત્રણ વર્ષમાં બેંકોએ લોકોએ પોતાના ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખ્યું હોય નહી તો ચાર્જ વસુલ્યો છે. આ ગાળામાં સરકારી બેંકોએ કુલ રૂ.૬,૨૫૬ કરોડની રકમ મીનીમમ બેલેન્સ નહી રાખવા માટે ગ્રાહકો પાસેથી વસુલી છે. સરકારે આપેલા આંકડાનો આધાર બેંકોએ આપેલી માહિતી જ દર્શાવવામાં આવ્યો છે. આ રકમમાં સૌથી વધુ ફાળો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનો છે.

ATMમાંથી નાણા ઉપાડવા માટે કેટલાક વ્યવહારો મફત

સ્ટેટ બેન્કે રૂ.૨,૮૯૩ કરોડ ગ્રાહકો પાસેથી મીનીમમ બેલેન્સ નહિ રાખવા માટે વસુલ કરેલા છે. આ રકમ બધી બેંકોએ વસુલ કરેલા ચાર્જમાં ૪૦% જેટલો હિસ્સો ધરાવે છે. આવી જ રીતે બેંકો ગ્રાહકોને પોતાના ATM સિવાયના ATMમાંથી નાણા ઉપાડવા માટે કેટલાક વ્યવહારો મફત આપે છે. આ ઉપર જો વ્યવહાર થાય તો બેંકો ચાર્જ વસુલ કરે છે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સરકારી બેંકોએ કુલ રૂ.૪,૧૫૧ કરોડ આ પ્રકારના ATM ચાર્જ પેટે વસુલ્યા છે. ફ્રી એક વખત સૌથી વધુ હિસ્સો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનો જ છે.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!