GSTV
Home » News » સાંઈબાબા મંદીરના સિક્કાઓ લેવાની બેંકોએ ના પાડી, જાણો કારણ

સાંઈબાબા મંદીરના સિક્કાઓ લેવાની બેંકોએ ના પાડી, જાણો કારણ

મહારાષ્ટ્રના શિરડી પર આવેલુ સાઈબાબા મંદીરના દાનપાત્રમાં જમા થયેલા સિક્કાઓને બેન્કે લેવાની ના પાડી હતી. હાલ મંદીર પાસે દોઢ કરોડના સિક્કાઓ છે, જેને બેન્કમાં જમા કરાવવાના છે. બેન્કોના જણાવ્યા મુજબ તેમની પાસે આ સિક્કાઓને રાખવા માટે જગ્યા નથી. હાલ બેન્કો સ્વિકારવાની અનુમતી આપે તેની રાહ જોવાઈ રહી છે.

હાલ સાઈ બાબા મંદીરના ટ્રસ્ટના સીઈઓએ આરબીઆઈને પત્ર લખી આ સમસ્યાના સમાધાનનો આગ્રહ કર્યો છે. અહીં રોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તીરૂપતી બાલાજી પછી આ મંદીરમાં સૌથી વધુ દાન મળે છે. દાનના રૂપે મળેલી રકમની ગણતરી અઠવાડીયામાં બે વાર થાય છે જે રકમ 8 બેંકોમાં જમા કરાવવામાં આવે છે.

એક અઠવાડીયામાં લગભગ ચારથી પાંચ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવે છે. જેમાં લગભગ સાત થી દસ લાખ રૂપીયા સુધીના સિક્કાઓ આવે છે. જેના કારણે તેને રાખવાની સમસ્યા ઉભી થાય છે. હાલ આ સિક્કાઓને ગણવાની પ્રક્રીયા રોકવામાં આવી છે.

Related posts

અમિત શાહના રાજીનામા માટે સોનિયા ગાંધી થયા આક્રમક, આજે રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા

Karan

વીસ મિનિટની બેઠકે ભાજપના નેતાઓનું બ્લડ પ્રેશર વધારી દીધું , હવે લીધો આ નિર્ણય

Karan

પીએમ મોદી રાજધર્મનું પાલન કરે, દેશને વાજપેયી યાદ આવ્યા : મનમોહને આ ઘટનાને ગણાવી રાષ્ટ્રીય શરમ

Karan
Do NOT follow this link or you will be banned from the site!