તહેવારની સીઝનમાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, સંભાળીને કરજો ખર્ચ

તહેવારનાં સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને આગામી બે મહિનામાં ચાર મોટા તહેવારો આવે છે. દેખીતી વાત એ છે કે આ તહેવારો પર તમામ બૅન્કોમાં રજાઓ રહેશે. બેંકના બંધ રહેવાથી લોકો દિવાળી-દશેરા સિવાય ઇદ-એ-મિલાદ અને ગુરૂ તેગ બહાદુરજીના શહીદ દિવસ પર કેશની મોટી તકલીફ થશે.

જો તમારું બેન્કનું કોઇ મહત્વપૂર્ણ કામ બેન્કોમાં રજાના કારણે અટકી પડ્યું હોય તો 2 દિવસની રજા બાદ તમે તે કામ શનિવારે આટોપી શકો છો. તહેવારની સીઝન ચાલી રહી છે અને તેવામાં ઘણાં રાજ્યોમાં આજે (19 ઓક્ટોબર)પણ બેન્કો બંધ છે. 19 ઓક્ટોબરના રોજ ઘણાં રાજ્યોમાં દશેરાના કારણે રજા છે.

20 ઓક્ટોબરે મહિનાનો ત્રીજો શનિવાર છે તેથી આ દિવસે બેન્કો ખુલ્લી રહેશે. 21 ઓક્ટોબરે રવિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. તેથી રોકડનો ઉપયોગ વિચારીને કરજો.

ઑક્ટોબર મહિનામાં આટલા દિવસ બંધ

આરબીઆઇ વેબસાઇટ મુજબ, ઑક્ટોબર મહિનામાં ગુરુવાર 18 તારીખથી લઈને રવિવાર 21 તારીખ સુધીમાં બેંકો બંધ રહેશે. જોકે ઘણા રાજ્યોમાં શનિવાર 20 ઑક્ટોબરે બેંક ખુલ્લી રહેશે. આ રીતે 18, 19 અને 21 ઑક્ટોબરમાં બેંકમાં રજા રહેશે.

નવેમ્બરમાં પણ બંધ રહેશે બેન્ક

નવેમ્બરનાં પહેલા અઠવાડિયામાં જ દિવાળીની ઉજવણી 5 થી શરૂ થશે. 5 તારીખે ધન તેરસ, 6એ ચૌદશ, 7 એ દિવાળી, 8 એ નવું વરસ અને 9 એ ભાઈબીજ છે. તો વળી 10 અને 11 નવેમ્બર શનિવાર અને રવિવાર છે. આ રીતે ઘણા રાજ્યોમાં 5 થી લઇને 11 સુધી રજા રહેશે. જે રાજ્યોમાં દિવાળીની તહેવારની અસર નથી, તે દક્ષિણ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્ય છે. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં આ દરમિયાન બૅન્કો પણ કામ કરશે નહીં. તે જ મહિનાના અંતમાં 23 નવેમ્બરે ઇદ-એ-મિલાદ અને 24 ને ગુરૂ તેગ બહાદુરજીનો શહીદી દિવસ છે.

ATMમાંથી નહીં મળે કેશ

આજકાલ એટીએમમાં ​​પણ કેશની તકલીફ થઈ શકે છે. તેથી તમારે પૂરતી કેશની વ્યવસ્થા પહેલાથી કરવી પડશે, જેથી આગળ કોઈ પણ પ્રકારે કોઈ મુશ્કેલી ઊભી ન થાય. જોકે, બૅન્કના પક્ષે કહ્યું છે કે તહેવારના સમયે ATMમાં કેશની સમસ્યા નહીં થાય. તેના માટે પહેલાથી વ્યવસ્થાપન કેશ વ્યવસ્થાપકોને ATMમાં પૈસા નાખવા માટે કહેવામાં આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter