આવતા મહિનાથી આખા દેશમાં ફેસ્ટિવ સીઝન શરૂ થઈ જશે. કોરોનાકાળમાં આવતા ફેસ્ટિવલ સીઝન વખતે બેન્કની મહત્વપૂર્ણ ભુમિકા રહે છે. જોકે આ વખતે ઓક્ટોમ્બરના મહિનામાં બેન્ક ફક્ત અડધા મહિના માટે જ ખુલશે. જી હા… આવું એટલા માટે કારણ કે આ વખતે ગેઝેટ, સ્થાનિક અને બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળીને બેન્કોમાં લગભગ 15 દિવસ રજાઓ રહેશે.
જોકે લોકોની સુવિધા માટે એટીએમમાં પુરતા નાણાંની વ્યવસ્થા રહેશે અને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ પણ ચાલું રહેશે જેનાથી લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. રજાઓની શરૂઆત આ વખતે 2 ઓક્ટોમ્બરે ગાંધી-શાસ્ત્રી જયંતીથી થશે જે આ વખતે શુક્રવારે છે.

આ રીતે રહેશે રજાઓ
ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઈટ અનુસાર ઓક્ટોમ્બર મહિનામાં દુર્ગા પુજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/ લક્ષ્મી પુજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, મહર્ષિ વાલ્મીકિ જયંતી/ કુમાર પૂર્ણિમાના અવસ પર અલગ અલગ રાજ્યોમાં બેન્કોને રજા રહેશે.
દેશભરમાં ક્યારે બેન્કો બંધ રહેશે
- 02 ઓક્ટોમ્બર શુક્રવારે મહાત્મા ગાંધી જયંતિ ગેઝેટેડ રજા
- 04 ઓક્ટોમ્બર રવિવાર સાપ્તાહિક રજા
- 08 ઓક્ટોમ્બર ગુરુવારે સ્થાનિક રજા
- 10 ઓક્ટોમ્બર શનિવાર બીજા શનિવારની રજા
- 11 ઓક્ટોમ્બર રવિવાર સાપ્તાહિક રજા
- 17 ઓક્ટોમ્બર શનિવાર સ્થાનિક રજા
- 18 ઓક્ટોમ્બર રવિવાર સાપ્તાહિક રજા
- 23 ઓક્ટોમ્બર શુક્રવાર દુર્ગાપૂજા / મહાસપ્તામી સ્થાનિક રજા
- 24 ઓક્ટોમ્બર શનિવાર મહાઅષ્ટમી / મહાનવામી સ્થાનિક રજા
- 25 ઓક્ટોમ્બર રવિવાર સાપ્તાહિક રજા
- 26 ઓક્ટોમ્બર સોમવાર દુર્ગાપૂજા (વિજયાદશમી) / એક્સેશન ડે ગેઝેટેડ રજા
- 29 ઓક્ટોમ્બર ગુરુવારે મિલાદ-એ-શેરીફ (પ્રોફેટ મોહમ્મદ) સ્થાનિક રજા
- 30 ઓક્ટોમ્બર શુક્રવાર (ઈદ-એ-મિલાદ) ગેઝેટેડ રજા
- 31 ઓક્ટોમ્બર શનિવાર, મહર્ષિ વાલ્મિકી અને સરદાર પટેલ / કુમાર પૂર્ણિમા સ્થાનિક રજાની જન્મજયંતિ

જોકે તમને જણાવી દઈએ કે બેન્કોની આ રજાઓ અલગ અલગ રાજ્ય અને અલગ અલગ તહેવારોની છે. જે રાજ્યોમાં સ્થાનીક રજા છે તેમ સિવાય અન્ય રાજ્યોમાં બેન્કિંગ કામકાજ સામાન્ય રીતે રહેશે.
Read Also
- સતત વરસાદને પગલે નર્મદા નદી બંને કાંઠે વહેતી થઇ, વડોદરાના ૨૫ ગામોને કરાયા એલર્ટ
- આજનું ભવિષ્ય: આ 3 રાશિઓના કાર્યમાં આવી શકે છે વિઘ્ન, વૃષભ-કર્ક સહિત 7 રાશિઓનું ભાગ્ય આપશે સાથ
- આંદોલન/વડોદરા જિલ્લાના હેલ્થ વર્કરો અચોક્કસ મુદતની હડતાળ પર, કોરોના વોરિઅર્સના સર્ટિફિકેટો અને મોબાઇલ પરત કર્યા
- રાજ્યમાં કોરોના સંક્રમણમાં થોડી રાહત:, ગુજરાતમાં નવા ૪૫૯ કેસ,અમદાવાદમાં ૧૬૪
- અમેરિકા/ FBIની સિનસિનાટી સ્થિત ઓફિસમાં બંદૂકધારી ઘૂસ્યો, પોલીસ સામે ફાયરિંગ કરતા કરાયો ઠાર