GSTV
Gujarat Government Advertisement

સાવચેતી: બેન્કમાં એકાઉન્ટ છે તો આ ભૂલો ના કરો, બેંકો ગ્રાહકો પાસેથી વસૂલી ગઈ 10 હજાર કરોડ રૂપિયા

Last Updated on November 3, 2020 by pratik shah

દેશની જાહેર ક્ષેત્રની ૧૮ અને 4 ખાનગી બેંકોએ મળીને છેલ્લા ૩ વર્ષમાં ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ જાળવી નહી રાખવા બદલ રૃ.૧૦,૦૦૦ કરોડની વસુલાત કરી છે.

ચાર્જ વસૂલીને બેંકો હવે ગ્રાહકોને લૂંટી રહી છે

બેંક ઓફ બરોડાએ ૧લી નવેમ્બરથી નવા નિયમો લાગુ કર્યા છે જે મુજબ હવે તમારે તમારા એકાઉન્ટમાં પૈસા ઉપાડવા અને જમા કરવા માટે પણ રૃ. ૫૦ થી રૃ. ૧૨૫ સુધીનો ચાર્જ આપવો પડશે. ભારતમાં હવે લગભગ દરેક પ્રકારની  બેંકિંગ સેવાઓ માટે રૃપિયા ચુકવવા પડશે. જે સેવાઓ અત્યાર સુધી નિઃશુલ્ક હતી તે સેવાઓનો પણ ચાર્જ વસૂલીને બેંકો હવે ગ્રાહકોને લૂંટી રહી છે.

આ કિસ્સામાં બેંક ગ્રાહકો પાસેથી વસુલે છે તગડા ચાર્જ

ગ્રાહકોએ નવુ એકાઉન્ટ ખોલાવવુ હોય, નવી ચેક બુક જરૃરી હોય, પાસબુકમાં એડ્રેસ બદલવુ હોય, એસએમએસ સેવા મેળવવી હોય, વર્ષમા ત્રણ વખતથી વધુ વખત જો લોકર ઓપરેટ કરવામાં આવે, મહિનામાં ત્રણ વખતથી વધુ વખત એટીએમનો ઉપયોગ કરવામાં આવે અને જો મિનિમમ બેલેન્સ જાળવી રાખ્યુ ના હોય તો આ તમામ કિસ્સામાં બેંક ગ્રાહકો પાસેથી તગડા ચાર્જ વસુલ કરે છે.

મિનિમમ બેલેન્સ નહિ રાખવા પર ગ્રાહકોને 10 હજારનો દંડ

મળતી વિગતો અનુસાર દેશની જાહેર ક્ષેત્રની ૧૮ અને ખાનગી ચાર બેંકોએ મળીને પાછલા ત્રણ વર્ષમાં ખાતામાં મિનિમમ બેલેન્સ નહી રાખવા બદલ ગ્રાહકો પાસેથી રૃ.૧૦,૦૦૦ કરોડનો દંડ વસૂલ કર્યો છે. મોટાભાગની બેંકો હવે મિનિમમ બેલેન્સ જાળવી નહી રાખવા બદલ ગ્રાહકો પાસેથી દંડ વસૂલ કરી રહી છે. આ માટે દરેક બેંકોના નિયમો અલગ છે. ગ્રામ્ય વિસ્તારોની બ્રાંચમાં રૃ.૫૦૦થી લઇને મેટ્રો સિટીમાં રૃ.૨૫,૦૦૦ સુધી મિનિમમ બેલેન્સના નિયમો છે અને જે જાળવી નહી રાખવા બદલ મહિને રૃ.૫૦થી લઇને પાંચ હજાર સુધી દંડ વસૂલવામાં આવે છે.

પોસ્ટમાં પણ મિનિમમ બેલેન્સના નિયમો

બેંકોના પગલે  હવે પોસ્ટના સેવિંગ એકાઉન્ટમા પણ મિનિમમ બેલેન્સ રાખવુ પડશે. મિનિમમ ૫૦૦ રૃપિયા બેલેન્સ નહી હોય તો વાર્ષિક રૃ.૧૦૦નો ચાર્જ વસૂલ કરાશે. ડિજિટલ યુગમાં પોસ્ટલ સેવાઓની માગ નહિવત થતાં દેશભરમાં પોસ્ટ ઓફિસો હવે ખોટનો ધંધો કરી રહી છે. આવા સંજોગોમાં પોસ્ટ વિભાગને પુનઃ જીવીત કરવા માટે સરકારે પોસ્ટમાં બેંકિંગ સેવાઓનો પ્રારંભ કર્યો છે. હવે બેંકોના પગલે પગલે પોસ્ટ વિભાગ પણ પોતાની બેકિંગ સેવાઓ માટે ચાર્જ વસૂલવાનો પ્રારંભ કર્યો છે.

પોસ્ટ ખાતામાં મિનિમમ બેલેન્સ નહિ તો વાર્ષિક 100 દંડ

પોસ્ટલ વિભાગે પોસ્ટ ઓફિસોમાં બચત બેંક ખાતુ ધરાવતા ગ્રાહકો માટે સૂચના જાહેર કરી છે કે દરેક ખાતેદારોએ હવેથી ખાતામાં ઓછામાં ઓછુ ૫૦૦ રૃપિયા બેલેન્સ રાખવુ પડશે. જો આવુ કરવામાં નહી આવે તો વર્ષિક રૃ.૧૦૦ ફી તરીકે કપાશે અને જ્યારે ખાતામાં ઝીરો બેલેન્સ થઇ જશે ત્યારે આપોઆપ ખાતુ બંધ થઇ જશે. આ નિયમ તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૦થી લાગુ થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!