બેન્ક પોતાના ખાતેદારોની સુવિધાઓ માટે અનેક નાની મોટી સેવાઓ પૂરી પાડે છે, જેમાં ATM સેવા સૌથી લોકપ્રિય છે, કારણ કે પૈસા ચૂકવવા કે પૈસા ઉપાડવા માટે બેન્ક સુધી ધક્કો ખાવો પડતો નથી. ઉપરાંત આ સેવા 24×7 છે. આ માટે બેન્કમાંથી આપેલું ATM કાર્ડ કે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. આ સેવાઓ મફતમાં મળતી નથી. તેના પર બેન્ક કેટલાક ચાર્જ વસુલ કરે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના દેશભરમાં 43000થી વધારે એટીએમ છે. અમે કેટલીક બેંકોમાં લગાવવામાં આવતા સર્વિસ ચાર્જિસની સૂચના એકત્રિત કરી છે. આવો જાણીએ કઈ બેંક દ્વારા કઈ સર્વિસ પર કેવો ચાર્જ વસુલ કરવામાં આવે છે. મોટાભાગના લોકો એટીએમનો ઉપયોગ માત્ર પૈસા ઉપાડવા, બેલેન્સ ચેક કરવા અથવા મીની સ્ટેટમેન્ટ માટે જ કરે છે. પરંતુ એસબીઆઈના એટીએમમાં ઉપલબ્ધ સર્વિસનો આ એક બહુ જ નાનો ભાગ છે. એટલા માટે અમે તમને બેંક કઈ સર્વિસ માટે કેટલો ચાર્જ વસૂલે છે, તેની જાણકારી આપી રહ્યા છીએ.

બેંકો વસૂલે છે આ મુજબનો સર્વિસ ચાર્જ
ડુપ્લીકેટ પાસબુક 102 રૂપિયા તાજેતરની સિલક સાથે, 102 રૂપિયા 40 એન્ટ્રી મુજબ, અગાઉની એન્ટ્રી માટે. ચાલુ ખાતા-સીસી ખાતાનું માસિક સ્ટેટમેન્ટ – શૂન્ય સ્ટોપ પેમેન્ટ નિર્દેશમાં જો તમે તમારા કોઈ ચેકને રોકો છો, તો તમને 51 રૂપિયા પ્રતિ 3 ચેકના પેજ સુધી, જ્યારે આનાથી વધારે ચેકની રેંજ માટે 204 રૂપિયા આપવા પડશે. ત્રીમાસિક સરેરાશ બેલેન્સ (QAB) ના રાખવા પર ચાલુ ખાતા (તમામ વર્ગ) પાસેથી 611 રૂપિયા પ્રતિ ત્રિમાસિક વસુલવામાં આવે છે બેલેન્સ ઇન્કવાયરી માટે બેંક કોઈ ચાર્જ નથી વસુલતી વ્યાજ પ્રમાણપત્ર – બેંક આના માટે 102 રૂપિયા પ્રતિ વ્યાજ પ્રમાણપત્ર માટે વસુલે છે. સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ પર પેનલ્ટી સિવાય પણ બેંકો દ્વારા ઘણી સર્વિસ પર તમારી પાસેથી ચાર્જ વસુલ કરવામાં આવે છે. આ ચાર્જની રકમ 30થી લઈને 600 રુપિયા સુધી વસુલવામાં આવે છે.

મિનિમમ બેલેન્સનો ચાર્જ
SBI બેંક દ્વારા જો તમે 3000 રુપિયાના મિનિમમ બેલેન્સને મેઈન્ટેન નથી કરતા અને તેમાં ઘટાડો થાય તો રુપિયા 50-30+GST વસુલ કરવામાં આવે છે. જ્યારે 25 ફ્રી ચેક પછી વધારાના ચેક માટે ચેકબુક પર તમારી પાસેથી 75 રુપિયા + GST વસૂલ કરવામાં આવશે. જો તમારી પાસે ડેબિટ કાર્ડ છે તો તે ફ્રી નથી પણ તેની 125 રુપિયા વાર્ષિક ફી વસૂલ કરવામાં આવે છે. આ સિવાય કેશ ટ્રાન્ઝેક્શન, SMS એલર્ટ, NEFT, RTGS પર પણ આ રીતે ચાર્જ વસુલ કરવામાં આવે છે.
ચેકબુક, ડેબિટ કાર્ડ, ટ્રાન્ઝેક્શન, SMS ચાર્જ
ખાતામાં રહેલી રકમ 10,000 રુપિયાથી નીચે જાય તો 100થી વધુ રુપિયાની ચુકવણી કરવી પડી શકે છે. જ્યારે ICICI બેંક દ્વારા ખાતા ધારકને 20 ચેકવાળી ચેકબૂક ફ્રી આપવામાં આવે છે તે પછી વધારાના ચેક માટે ચાર્જ વસુલ કરવામાં આવે છે. અહીં પણ ડેબિટ કાર્ડના ઉપયોગ વર વર્ષે 150 રુપિયાનો ચાર્જ લાગે છે. મહિનામાં 4 ફ્રી કેશ ટ્રાન્ઝેક્શન પછીના તમામ ટ્રાન્ઝેશન 150 રુપિયા ચાર્જ વસુલવામાં આવે છે. ICICI બેંક દ્વારા પર SMS એલર્ટ માટે 15 રુપિયા ચાર્જ વસુલ કરવામાં આવે છે. ઓછી રકમ, પ્રતિ દીઠ ચેક ચાર્જ જો ખાતામાં 1 હજારથી નીચે રકમ જાય તો બેંક દ્વારા 200 રુપિયાનો દંડ કરવામાં આવે છે. પહેલા બેંક દ્વારા 30 પાનાની ચેકબૂક ફ્રીમાં આપવામાં આવે છે જ્યારે તે પછી દરેક ચેક પર 5 રુપિયા વસુલવામાં આવે છે. 150 રુપિયા વાર્ષિક ફી ડેબિટ કાર્ડના ઉપયોગ પર વસુલ કરવામાં આવે છે. અહીં બેંક દ્વારા પોતાના કસ્ટમર્સને મહિનાના 5 કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આપે છે જ્યારે તે પછીના ટ્રાન્ઝેક્શન પર રુપિયા 50 વસુલવામાં આવે છે.

HDFC બેંકમાં સર્વિસ ચાર્જ
HDFC બેંકમાં 10,000નું બેલેન્સ મેઈન્ટેન્સ ન કરવાથી તમારે 150થી લઈને 600 રુપિયા સુધીના દંડની GST સાથે ચુકવણી કરવી પડી શકે છે. HDFC બેંકમાં પણ 25 ફ્રી ચેક પછી વધારાના 25 ચેક માટે 75+GSTની ચુકવણી કરવી પડે છે. HDFC બેંકમાં ડેબિટ કાર્ડના ઉપયોગ બદલ બેંક દ્વારા તમારી પાસેથી 150 રુપિયા વાર્ષિક ફી વસુલવામાં આવે છે. HDFC બેંક દ્વારા ખાતા ધારકને 4 કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવે છે તે પછી 150+GST ચાર્જ લગાવવામાં આવે છે. અહીં પણ SMS એલર્ટથી લઈને RTGS પર વિવિધ ચાર્જ વસુલવામાં આવે છે.
Read Also
- સોનીના Alpha 9 II Cameraની બજારમાં થઈ ધમાકેદાર એન્ટ્રી, કિંમત અને ફીચર જાણી થશો ખુશખુશાલ
- બોલિવૂડમાં થયું એન્કાઉન્ટર ત્યારે આ હીરોએ નિભાવ્યો છે દમદાર રોલ
- કંગાળ પાકિસ્તાનને પણ 1.3 અબજ ડોલરની લોન આપનાર કોઈ મળ્યું ખરું…
- સઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકોએ આઇપીઓ દ્વારા 25.6 અબજ ડોલર એકત્ર કર્યા
- અયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ