GSTV
BUDGET 2022 India News Tax Budget Trending

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

બજેટ

કેન્દ્રીય બજેટ આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. જો કે બજેટમાં બેન્કોમાં મૂડી ઠાલવવાના સંદર્ભમાં કોઈ પણ જાહેરાત થવાની સંભાવના ઘણી ઓછી છે. મનાઈ રહ્યું છે કે આવશ્યક મૂડી બેંકો આંતરિક સાધનો અને બજારમાંથી ઉભી કરી શકશે.

બજેટ

આગામી બજેટમાં બેન્કોમાં મૂડીની ઠાલવણી માટે કોઈપણ દરખાસ્ત રજુ થવાની શકયતા નથી. એક રેટિંગ એજન્સીના રિપોર્ટ મુજબ છેલ્લા ૬ વર્ષમાં સરકાર દ્વારા ભારતીય બેન્કોમાં રૂપિયા ૩.૩૬ લાખ કરોડ ઠલવાયા છે. બેન્કો પોતાની મૂડીની આવશ્યકતા આંતરિક સાધનો અને બજારમાંથી ભંડોળ ઊભા કરીને પૂરી કરશે. બેન્કો નાણાં ઊભા કરવાની ક્ષમતા ધરાવે છે. કરદાતાઓના રૂપિયા ૩.૩૬ લાખ કરોડ ઠલવાયા બાદ બેન્કોમાં નેટ નોન-પરફોર્મિંગ એસેટસ જે માર્ચ ૨૦૧૮ના અંતે ૮ ટકા હતી તે સપ્ટેમ્બર ૨૦૨૧ના ઘટી ૨.૮૦ ટકા રહી હતી.

બજેટ

તાણ હેઠળની અસેટસ માટે ઊંચી જોગવાઈઓને ધ્યાનમાં રાખી જાહેર ક્ષેત્રની બેન્કોનું અર્નિંગ્સ આઉટલુક તંદૂરસ્ત જણાય છે. કારણ કે મોટાભાગની જાહેર ક્ષેત્રની બેન્કોમાં નફો જળવાઈ રહેશે તેવી અમારી અપેક્ષા છે.

વાર્ષિક બજેટમાં બેન્કો માટે કેટલી મૂડીની જોગવાઈ કરવામાં આવે છે તેની છેલ્લા કેટલાક વર્ષના બજેટમાં હમેશા નજર રહેતી હતી. એનપીએમાં ઘટાડાને કારણે, આવનારા વર્ષોમાં બેન્કોના નફામાં ટેકો પૂરો પાડશે. નેશનલ એસેટ રિકન્સ્ટ્રકશન કંપનીની રચના બાદ, એનપીએનું પ્રમાણ હળવું થયું છે. ચોખ્ખી બેલેન્સ શીટસ તથા અર્નિંગ્સ આઉટલુકમાં સુધારા સાથે, બેન્કો બજારમાંથી મૂડી ઊભી કરી શકે એમ છે. તાજેતરમાં અનેક બેન્કોએ બજાર સ્રોતો મારફત નાણાં ઊભા કર્યા છે.

રેટિંગ એજન્સીના રિપોર્ટ મુજબ આગામી બજેટમાં બેન્કો માટે કોઈપણ મૂડી નહીં ઠલવાય તેવી છેલ્લા એક દાયકામાં અમે પ્રથમ વખત અપેક્ષા રાખી રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV