GSTV
Gujarat Government Advertisement

બેંકો તમારા નાણાં ડૂબાડી રહી છે, મોદી સરકારના અાંખ અાડા કાન : વાંચો અા રિપોર્ટ

Last Updated on August 28, 2018 by Karan

એક સંસદીય સમિતિ પ્રમાણે એનડીએના કાર્યકાળમાં બેંકોની નોન પરર્ફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએમાં 6.2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સંસદીય સમિતિના એક ડ્રાફ્ટ રિપોર્ટ પ્રમાણે બેંકોને 5.1 લાખ કરોડ રૂપિયા સુધીનું પ્રોવિજનિંગ કરવું પડયું છે. સંસદીય સમિતિના આ રિપોર્ટને નાણાં સમિતિ દ્વારા સોમવારે મંજૂરી આપવામાં આવી છે. બેંકોના એનપીએનો આંકડો માર્ચ-2015થી માર્ચ-2018 સુધીના સમયગાળાનો છે. જ્યારે બેંકોને લોન પાછી મળતી નથી ત્યારે બેંકોને આવી રકમની વ્યવસ્થા કોઈ અન્ય ખાતામાંથી કરવી પડે છે અને તેને જ પ્રોવિજનિંગ કહેવામાં આવે છે.

કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળી આ સમિતિએ આના માટે ઘણી હદ સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને જવાબદાર ઠેરવી છે. સંસદીય સમિતિએ આરબીઆઈને સવાલ કર્યો છે કે આખરે આરબીઆઈ ડિસેમ્બર-2015માં થયેલી એસેટ ક્વાલિટીની સમીક્ષાથી પહેલા જરૂરી ઉપાય કરવામાં નિષ્ફળ શા માટે રહી? સૂત્રો મુજબ… આરબીઆઈએ એ જાણકારી મેળવવાની જરૂર છે કે આખરે એક્યૂઆર પહેલા દબાણવાળા ખાતાના શરૂઆતના સંકેત કેમ મળી શક્યા નહીં? આ રિપોર્ટ સંસદના શિયાળુ સત્રમાં સંસદીય પટલ પર રજૂ થવાનો છે.

રિઝર્વ બેંકે પણ વ્યાજબી ભૂમિકા નિભાવી નથી

આ સંસદીય સમિતિના સદસ્યોમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ સામેલ હતા. સમિતિએ જાણવા માંગ્યું છે કે આખરે શા માટે રીસ્ટ્રક્ચરિંગ દ્વારા દબાણવાળા ખાતઓને એનપીએ બનવા દેવામાં આવ્યા છે? સૂત્રોનું કહેવું છે કે નોન પરફોર્મિંગ એસેટ અથવા ફસાયેલી લોનના વધવાની સમસ્યા આ સરકારને વારસામાં મળી છે અને તેમાં રિઝર્વ બેંકે પણ વ્યાજબી ભૂમિકા નિભાવી નથી. રિપોર્ટમાં એ મામલો પણ ઉઠાવવામાં આવ્યો છે કે ભારતમાં લોન-જીડીપીનો અનુપાત ડિસેમ્બર-2017માં માત્ર 54.5 ટકા છે. જ્યારે ચીનમાં 208.7 ટકા, યુકેમાં 170.5 ટકા અને અમેરિકામાં 152.2 ટકા છે. મહત્વપૂર્ણ છે કે ક્રિસિલના એક રિપોર્ટ મુજબ, નાણાંકીય વર્ષ 2018માં દેશમાં બેંકોની કુલ એનપીએ લગભગ 10.3 લાખ કરોડ રૂપિયા હતી.

  • અેનપીઅે પર સંસદિય સમિતિનો અાવ્યો રિપોર્ટ
  • અેનપીઅેમાં 6.2 લાખ કરોડનો વધારો થયો
  • માર્ચ 2015થી માર્ચ 2018માં થયો વધારો
  • શિયાળુ સત્રમાં અેનપીઅે પર રિપોર્ટ થશે રજૂ
  • બેંકોને 5.1 લાખ કરોડ રૂપિયા સુધીનું પ્રોવિજનિંગ કરવું પડયું
  • બેંકોને આવી રકમની વ્યવસ્થા કોઈ અન્ય ખાતામાંથી કરવી પડે છે અને તેને જ પ્રોવિજનિંગ કહેવામાં આવે છે.
Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!