જો તમારી પાસે પણ આવતા અઠવાડિયે કોઈ બેન્કિંગ કામ છે, તો શરૂઆતના દિવસોમાં જ તેને પતાવી લો. આવતા અઠવાડિયે ચાર દિવસ બેંકોનું કામકાજ બંધ રહેશે. જેમાં બેંક હડતાળના કારણે બે દિવસ બંધ રહેશે.

હડતાળના કારણે બે દિવસ બેંક બંધ
બેંક યુનિયનોએ બેંકોના પ્રસ્તાવિત પ્રાઇવેટાઇઝેશન વિરુદ્ધ આવતા સપ્તાહે બે દિવસની હડતાળનું આહ્વાન કર્યું છે. આ બે દિવસીય હડતાળને કારણે આગામી સપ્તાહે 16 ડિસેમ્બર (ગુરુવાર) અને 17 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ બેંકોની બ્રાન્ચો બંધ રહેશે. ઉપરાંત 19 ડિસેમ્બરે રવિવારની રજાના કારણે બેંકો બંધ રહેશે. આ રીતે દેશભરમાં આવતા અઠવાડિયે ત્રણ દિવસ બેંકો બંધ રહેવાની છે.
આ રાજ્યમાં ચાર દિવસ બેંક રહેશે બંધ
બેંકોના કર્મચારીઓને સ્થાનિક રજાઓ પણ આપવામાં આવે છે. આવતા અઠવાડિયે શનિવારે એટલે કે 18મી ડિસેમ્બરે યુ સોસો થામની વર્ષગાંઠ છે. આ કારણે શનિવારે મેઘાલયમાં બેંકોનું કામકાજ બંધ રહેશે. દેશભરની બેંકો આવતા અઠવાડિયે ત્રણ દિવસ માટે બંધ રહેશે, પરંતુ સ્થાનિક રજાઓના કારણે મેઘાલયમાં બેંકો ચાર દિવસ બંધ રહેવાની છે.
એક રાજ્યને છોડી બાકીના રાજ્યોમાં ચાર દિવસ થશે કામ
આગામી સપ્તાહમાં મહિનાનો ત્રીજો શનિવાર આવી રહ્યો છે. તેથી મેઘાલય સિવાય દેશના અન્ય તમામ ભાગોમાં શનિવારે બેંકો ખુલ્લી રહેશે. આ સિવાય સપ્તાહના પ્રથમ ત્રણ દિવસ સોમવાર, મંગળવાર અને બુધવાર બેંકો સામાન્ય કામકાજ કરશે. આવી સ્થિતિમાં, અઠવાડિયાની શરૂઆતમાં બેંકિંગ સંબંધિત તમામ મહત્વપૂર્ણ કામ સંભાળવાથી વ્યક્તિ બિનજરૂરી પરેશાનીઓથી બચી શકે છે.

આ સેવાઓ પર અસર નહીં
જે ગ્રાહકોએ ઓનલાઈન બેન્કિંગ કામ કરે છે, તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. તમામ બેંકોની ડિજિટલ બેન્કિંગ સેવાઓ, ઈન્ટરનેટ બેંકિંગ, UPI આધારિત સેવાઓ (UPI), મોબાઈલ બેન્કિંગ વગેરે સામાન્ય રીતે કામ કરશે. બેંકોએ હડતાળને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે જેથી ગ્રાહકોને અઠવાડિયા દરમિયાન ATMમાંથી રૂપિયા ઉપાડવામાં કોઈ મુશ્કેલી ન પડે. તે માટે એટીએમમાં રોકડની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે પ્રાથમિક પગલાં લેવામાં આવી રહ્યા છે.

Read Also
- ચેતી જજો! રાજ્યમાં ઘાતક કોરોનાનો કહેર વધ્યો! અમદાવાદ શહેરના નદી પારના વિસ્તારોમાં કેસોમાં ચિંતાજનક વધારો
- રૂપિયા સામે પાઉન્ડ તથા યુરોના ભાવ ઉંચકાયા : ડોલરમાં બેતરફી વધઘટ
- જાણો આજનુ તા.22-3-2023, બુધવારનું પંચાંગ
- જાણો આજનું 22 માર્ચ, 2023નું તમારું રાશિ ભવિષ્ય
- મનમાની? ભાજપના ચેરમેનની એસ્ટેટ વિભાગ ગાંઠતુ ન હોવાની કમિશ્નરને ફરીયાદ, ૮૦૦ લાભાર્થીઓએ તેમના આવાસ ભાડેથી આપી દીધા