GSTV
Gujarat Government Advertisement

બેંકિંગ સુવિધા / કોરોનાકાળમાં બેંક બ્રાન્ચમાં જવાનું ટાળો, ઘરે બેઠા જ થઇ જશે તમારા બધા કામ

બેંક

Last Updated on April 22, 2021 by Bansari

વધતા સંક્રમણના કેસોને જોતા હવે બેંક પણ જરૂરી પગલા લઇ રહી છે. જરૂરી સેવાઓની યાદીમાં આવવાના કારણે બેંક બ્રાન્ચ બંધ તો નથી થઇ રહી, પરંતુ કર્મચારીઓ અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન બેંક એસોસિએશને આ સંબંધમાં બેંક પ્રમુખો સાથે બુધવારે બેઠક કરી. બેઠકમાં કોઈ એવો નિર્ણય નથી લેવાયો, જેને એકસાથે સમગ્ર દેશમાં લાગૂ કરી શકાય. પરંતુ તેની જગ્યાએ રાજ્ય સ્તરે બેંકિંગ કમેટી નક્કી કરશે કે બેંક બ્રાન્ચોમાં કઇ પ્રકારની સેવાઓ આપવામાં આવશે.

ગત વર્ષ પણ આ સમયગાળા દરમિયાન બેંક બ્રાન્ચોમાં અનેક પ્રકારની સેવાઓને ઓછી કરી દેવામાં આવી હતી, જેથી ઓછામાં ઓછા લોકો બેંક સુધી પહોંચે. એચડીએફસી બેંકે 2020માં બેંક ઓપેરેશનનો સમય ઘટાડી દીધો હતો. તેની સાથે જ વિદેશી કરન્સીના વેચાણ પર પણ રોક લગાવી હતી. ગત વર્ષે જ લોકડાઉનના પ્રથમ તબક્કા દરમિયાન ભારતીય સ્ટેટ બેંકે નવા અકાઉન્ટ ઓપન કરવા, કેશ વિડ્રોલ, પાસબુક પ્રિન્ટિંગ અને કરન્સી એક્સચેનજ જેવી સેવા બંધ કરી દીધી હતી.

ઇન્ડિયન બેંક એસોસિએશનમાં સામેલ થયેલા એક બેંકરે જણાવ્યું કે આજના સમયે ગ્રાહકો પાસે ડિજીટલ માધ્યની અનેક સેવાઓનો વિકલ્પ છે. હવે તેમને બેંક સ્ટેટમેન્ટ અથવા બેલેન્સની જાણકારી સ્માર્ટફોન પર જ મળી જાય છે.

ગ્રાહકો પાસે બેંક બ્રાન્ચ નહીં જવાના અનેક વિકલ્પ

ગ્રાહકો પાસે મિસ્ડ કોલ બેંકિંગ, વોટ્સઅપ બેંકિંગ, મોબાઇલ એપ્લિકેશન અને એટીએમથી અનેક પ્રકારની બેંકિંગ સેવાનો લાભ લેવાની તક છે. ઇન્ડિયન બેંક એસોસિએશનના આંકડા મુજબ કોવિડ-19ના કારણે અત્યાર સુધી 600 બેંક કર્મચારીઓનું મૃત્યુ થયું છે. બેંકિંગ સર્વિસને જરૂરી સર્વિસની યાદીમાં રાખવાના કારણે લોકડાઉનમાં બેંકોને કામ ચાલુ રાખવું પડ્યું છે.

વૃદ્ધો માટે ડોરસ્ટેપ બેંકિંગ સુવિધા

ગ્રાહકો માટે સારી વાત એ છે કે ઘરે બેઠા જ બેંક સાથે જોડાયેલા અનેક કામો થઇ જાય છે. પ્રમુખ બેંકોએ તો વૃદ્ધો માટે ડોરસ્ટોપ બેંકિંગની સુવિધા શરૂ કરી છે, જેથી તેમને આ સંક્ટની સ્થિતિમાં બેંક બ્રાન્ચ ના જવુ પડે. ડોરસ્ટેપ બેંકિંગમાં તેમને કેશ વિડ્રોલ, કેશ ડિપોઝિટ, ચેક બુક, ફોર્મ 15G/H સહિત અનેક પ્રકારના કામ થઇ જાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!