શું તમે જાણો છો કે બેન્કની કેટલીક એવી સર્વિસીઝ પણ છે જેનો ફાયદો તમે તેમા એકાઉન્ટ ખોલાવ્યા વિના પણ લઇ શકો છો. ચાલો જાણીએ આ સર્વીસીઝ કઇ છે.
ડિમાન્ડ ડ્રાફ્ટ
ડિમાન્ડ ડ્રાફ્ટ્સ બનાવવા માટે તે બેંકમાં તમારુ ખાતું હોવું જરૂરી નથી. તમે કોઈ પણ બેંક પર જઈ શકો છો અને ડિમાન્ડ ડ્રાફ્ટ માટે ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો અને વિગતો આપીને ડીડી બનાવડાવી શકો છો.
લોન
તમે બેંકમાં ખાતું ખોલાવ્યા વિના વ્યક્તિગત લોન, હોમ લોન, કાર લોન વગેરે લઈ શકો છો. આ માટે, તમે જે બેંકને પસંદ કરવા માંગો છો ત્યાં જઇને લોન માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરી શકો છો. તમામ પ્રકારની કાર્યવાહી પછી તમારી લોન મંજૂર થઈ જશે.
પીપીએફ
જો તમે કોઈપણ બેંકમાં પીપીએફ એકાઉન્ટ ખોલવા માંગતા હો તો પણ તે બેંકમાં ખાતું હોવું ફરજિયાત નથી. આ એટલા માટે છે કારણ કે પીપીએફ બેંકની પ્રોડક્ટ નથી. તે ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનોમિક અફેર્સ હેઠળ આવે છે અને બેન્ક ફક્ત તેનું એકાઉન્ટ ખોલાવવાનો રસ્તો છે. જો કે મોટાભાગની બેન્કો તમારુ પીપીએફ એકાઉન્ટ ત્યારે જ ખોલે છે જ્યારે તમે તેમાં એકાઉન્ટ ખોલાવો. પરંતુ નિયમ અનુસાર બેન્ક તમને મજબૂર ન કરી શકે. જો તમે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા ન ઇચ્છો તો ના પણ પાડી શકો છો. જો કે પીપીએફ એકાઉન્ટ સાથે સેવિંગ્સ એકાઉન્ટ હોવાથી તમારે ફંડ ટ્રાન્સફર કરવામાં સરળતા રહેશે પરંતુ તે સંપૂર્ણપણે તમારી ઇચ્છા પર આધારિત છે.
લોકર
જો તમે તમારા જ્વેલરી અથવા અન્ય આવશ્યક વસ્તુઓને બેંક લોકરમાં રાખવા માંગો છો, તો પણ તમારે બેંકમાં એક એકાઉન્ટ ખોલવાની જરૂર નથી. તમે ફક્ત લૉકર મેળવવા માટે જ અરજી કરી શકો છો. જોકે કેટલીક બેંકો તમને લૉકર સાથે એફડી એકાઉન્ટ ખોલવા માટે કહે છે, પરંતુ તેની પાછળનું કારણ એ છે કે ઘણી વખત લોકો તેમના લોકર્સને ઓપરેશલ રાખતા નથી અને ભાડુ પણ ચુકવતા નથી. તેથી, બેંક 3 વર્ષ લૉકરનું ભાડું અને કેટલાક ચાર્જ માટે એફડી એકાઉન્ટ ખોલવા માટે કહે છે.
Read Also
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?
- How To Make Puri Ka Halwa/ વધેલી પૂરીઓમાંથી બનાવો જોરદાર પૂરીનો હલવો, દરેક વ્યક્તિ પૂછશે તેની રેસિપી