GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

આવતીકાલથી બદલાઈ રહ્યા છે આ બેંકિંગ નિયમો, તમારા બેંક ખાતા પર પડશે આ અસર : ATMથી પણ લાગશે ઝટકો

બેંકિંગ ક્ષેત્રની સાથે જોડાયેલાં નિયમો આવતીકાલથી બદલાવા જઈ રહ્યા છે. આ નિયમના બદલાવાની અસર તમારા બેંકિંગ કામકાજો અને ખાતાઓ ઉપર પડી શકે છે. આવતા મહિનાથી એટીએમમાંથી કેશ ઉપાડ, વ્યાજદરો, સરેરાશ લઘુત્તમ બેલેન્સનાં નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યો છે. બેંક સાથે જોડાયેલાં નિયમોની સીધી અસર તમારા ખાતા અને બેંક તરફથી મળતી સર્વિસ ઉપર પડે છે. એવામાં તમારા માટે તે જાણવું ઘણું જરૂરી થઈ જાય છેકે, બેંક ક્યાં  નિયમોને અપનાવી રહી છે.

સૌથી પહેલાં વાત કરીએ, સરેરાશ લઘુત્તમ બેલેન્સની તો કોરોના સંકટ આપણા દેશમાં ફેલાવાનાં થોડા દિવસ બાદ જ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતોકે, બચત ખાતા પર સરેરાશ લઘુત્તમ બેલેન્સ રાખવાની અનિવાર્યતા 30 જૂન સુધી રહેશે પરંતુ આ ડેડલાઈન બાદ સરેરાશ લઘુત્તમ બેલેન્સ રાખવાનો સમયગાળો પુરો થઈ રહ્યો છે. એવામાં ખાતા ધારકોએ પોતાના ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાનું રહેશે. જો તેઓ એવું નહી કરે તો બેંક તેમની પાસેથી પેનલ્ટી વસૂલ કરશે.

તેના સિવાય આવતીકાલથી એટીએમમાંથી કેશ ઉપાડવાના નિયમોમાં બદલાવ થઈ રહ્યો છે. એટીએમ કેશ ઉપાડ તમારા માટે મોંઘુ થઈ શકે છે. સરેરાશ લઘુત્તમ બેલેન્સની અનિવાર્યતા જે રીતે ત્રણ મહિના માટે એટલેકે, 30 જૂન સુધી હટાવી દેવામાં આવી હતી. એવી જ રીતે એટીએમ કેશ ઉપાડ પર પણ કોઈ પણ ચાર્જ વસૂલવામાં આવતો ન હતો.

તેનો સમયગાળો પણ 30 જૂને ખતમ થઈ રહ્યો છે. એવામાં હવે ગ્રાહકોએ પહેલાની જેમ જ એટીએમમાંથી કેશ ઉપાડ ઉપર ચાર્જ આપવો પડશે. તો પંજાબ નેશનલ બેંકે સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજદરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. 1 જૂલાઈથી બેંકનાં બચત ખાતા પર મહત્તમ 3.25 ટકા વાર્ષિક વ્યાજ મળશે.

READ ALSO

Related posts

પેટાચૂંટણીની 8 બેઠકો કોંગ્રેસ જીતશે : અહીંથી ભાજપના થશે વળતાં પાણી, જનતાના આશીર્વાદથી વિરોધપક્ષ થયો મજબૂત

pratik shah

સુશાંતના નામે રિયાની પોસ્ટ, તને ગુમાવ્યાને 30 દિવસ થયા, જીવનભર કરીશ પ્રેમ

Mansi Patel

રેખાને થવું પડ્યું હોમ ક્વોરન્ટાઈન, બંગલો પણ થયો સીલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!