GSTV
Gujarat Government Advertisement

SBIના ગ્રાહકો માટે ખરાબ સમાચારઃ ટૂંક સમયમાં આ 4 સેવાઓ થશે બંધ

Last Updated on October 29, 2018 by

જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (એસબીઆઈ) આગામી બે મહિનાની અંદર પોતાની ચાર બેન્કિંગ સેવાઓને ગ્રાહકો માટે બંધ કરવા જઈ રહી છે. બેંક તરફથી કરાયેલી પૂર્વ જાહેરાત સિવાય બેંકના સ્ટ્રાઈપ આધારિત ડેબિટ કાર્ડ પણ ચાલુ વર્ષની આખર સુધીમાં કામ કરવાનું બંધ કરી દેશે.

તો એસબીઆઈ રોકડ ઉપાડ પર પણ કેટલાંક પ્રતિબંધ લગાવવા જઈ રહી છે અને સાથે જ તેની ઑનલાઈન બેકિંગ સેવાઓ સાથે જોડાયેલા નિયમોમાં થોડા ફેરફાર થવા જઈ રહ્યાં છે. જો તમે પણ એસબીઆઈના ગ્રાહક છો તો સ્વાભાવિક રીતે તમારે આ સમાચાર વાંચવા જોઈએ. જાણો એસબીઆઈ પોતાની કઈ સેવાઓને  બંધ કરવા જઈ રહી છે.

ઉપાડ: 31 ઓક્ટોબર બાદ જે પણ ગ્રાહક ક્લાસિક અને મેસ્ટ્રો એટીએમ-કમ-ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે તેઓ દરરોજ 20,000 રૂપિયાથી વધારાનો ઉપાડ કરી શકશે નહીં. આ અગાઉ એવા કાર્ડ પર ઉપાડની મર્યાદા 40,000 રૂપિયા કરાઈ હતી, પરંતુ એસબીઆઈએ આ એટીએમ ફ્રોડને રોકવાના વિચારથી ઓછી કરી દીધી છે. એટલે ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળી શકે. આ ફેરફારથી ઘણા લોકો પ્રભાવિત થઈ શકે છે.


1 નવેમ્બરથી બંધ થઈ જશે ઈ-વૉલેટ SBI Buddy: એસબીઆઈ પોતાના મોબાઇલ વૉલેટ SBI Buddyને પણ 1 નવેમ્બરથી બંધ કરવા જઈ રહ્યું છે. એસબીઆઈનું કહેવુ છે કે જીરો બેલેન્સવાળા SBI Buddy વૉલેટને પહેલા જ બંધ કરવામાં આવ્યું છે. જોકે, જે વૉલેટમાં પૈસા છે તેનું શુ કરવાનુ છે તે હજી સુધી સ્પષ્ટ થયુ નથી. આ એપથી લગભગ 12 મિલિયન યુઝર્સ છે, જે બંધ થવાથી આ લોકો પ્રભાવિત થઈ શકે છે.


મોબાઈલ બેન્કિંગ: એસબીઆઈના નોટિફિકેશન દ્વારા ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહક ઈચ્છે છે કે તેની ઈન્ટરનેટ બેકિંગ સેવા ચાલુ રહે તો તેણે પોતાના મોબાઈલ નંબરને  બેંકની સાથે લિંક કરવુ પડશે. એવામાં જે ગ્રાહકોએ હજી સુધી એવુ કર્યુ નથી તેણે પોતાની નજીકની શાખામાં જઈને આવુ કરવુ પડશે. જો તમે નક્કી કરેલા સમયની અંદર પોતાના ખાતાને મોબાઈલ નંબરથી લિંક નહીં કરાવો તો તમારી ઈન્ટરનેટ બેકિંગ સેવા બ્લોક કરી દેવામાં આવશે.

ડેબિટ કાર્ડ: આરબીઆઈના દિશાનિર્દેશ મુજબ એસબીઆઈએ આ અગાઉ જાહેરાત કરી હતી કે બધા મેગ્નેટિક સ્ટ્રાઈપ આધારિત એટીએમ કમ ડેબિટ કાર્ડ 31 ડિસેમ્બરથી કામ કરવાનુ બંધ કરી દેશે. બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના જૂના કાર્ડને વધુ સુરક્ષિત ઈએમવી ચિપ કાર્ડથી બદલી નાખે. એસબીઆઈ તેના માટે નિ:શુલ્ક સેવા આપી રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો?

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!