GSTV
Home » News » આજે જ પતાવી લો બેન્કના જરૂરી કામ, આગામી આટલા દિવસો સુધી બેન્ક રહેશે બંધ

આજે જ પતાવી લો બેન્કના જરૂરી કામ, આગામી આટલા દિવસો સુધી બેન્ક રહેશે બંધ

bank holiday

જો બેન્કમાં તમારુ કોઇ કામ અટકી પડ્યુ હોય તો તે કામ આજે જ પતાવી લો કારણ કે આગામી 3 દિવસો સુધી બેન્ક બંધ રહેશે. જેના કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઇ કે શુક્રવાર એટલે કે 12 એપ્રિલે બેન્કો ખુલ્લા રહેશે. તેના પછીના દિવસે એટલે કે 13 એપ્રિલ શનિવારે બેન્કમાં રામ નવમીની રદા રહેશે. જેના કારણે બેન્ક બંધ રહેશે. તે પછી 14 તારીખે રવિવાર છે. તે બાદ 14 એપ્રિલના રોજ બેન્કમા આંબેડકર જયંતિની રજા રહેશે.

12 એપ્રિલે એટલે કે આજે બેન્કો તો ખુલ્લી હશે પરંતુ કર્મચારીઓની કમીના કારણે ગ્રાહકોને લેવડ-દેવડ તથા બેન્ક સંબંધિત કાર્યોમાં મુશ્કેલી થઇ શકે છે.

તે પાછળનું કારણ એ છે કે 11 એપ્રિલે ઇલેક્શન ડ્યૂટીના કારણે આગામી દિવસે એટલે કે 12 એપ્રિલે બેન્કમાં કર્મચારીઓની હાજરી ઓછી રહેશે કારણ કે નિયમ અનુસાર જે કર્મચારીઓ ચૂંટણીની ડ્યૂટી પર હોય તેને બીજા દિવસે રજા મળે છે. આ ઉપરાંત 19 એપ્રિલ શુક્રવારના રોજ ગુડ ફ્રાઇડેના કારણે બેન્કો બંધ રહેશે.

Read Also

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!