GSTV
Business Trending

કામનું / બેંક ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના કેસમાં અનેક ગણો ઉછાળો, આ ઉપાય અપનાવો અને તમારા રૂપિયાને રાખો સુરક્ષિત

બેંક

દેશમાં જેમ-જેમ ઓનલાઈન ટ્રાન્જેક્શનની સંખ્યા વધી રહી છે, ઠગો દ્વારા બેંક ગ્રાહકો સાથે ફ્રોડની સંખ્યા પણ વધતી જાય છે. સ્થિતિ એ છે કે ગત 5 વર્ષમાં બેંક ગ્રાહક સાથે છેતરપિંડીની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. તેમા પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.

બેંક

શું છે બેંક ગ્રાહકો સાથે છેતરપિંડીના આંકડા

એક RTIના જવાબમાં રિઝર્વે બેંકે જાણકારી આપી છે કે વર્ષ 2020-21માં 83 હજારથી વધુ બેન્કિંગ ફ્રોડના કેસ સામે આવ્યા છે. એટલે સરેરાશ 229 ફ્રોડ દરરોજ. આંકડા મુજબ એક વર્ષ પહેલા તેની સરેરાશ 231 હતી, જોકે આખા નાણાકિય વર્ષ 2016-17 દરમિયાન આવા કિસ્સાઓની સંખ્યા 5000 નજીક હતી. એટલે અંદાજે 11 કેસ દરરોજ. છેતરપિંડીના કેસમાં સૌથી વધુ કેસ ઈન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ATM સાથે જોડાયેલા છે. આંકડા મુજબ ગુનાઓમાં સૌથી વધુ તેજી 2017-18માં જોવા મળી, જ્યારે ગુનેગારોની સંખ્યા 5000 દરવર્ષથી વધી 40 હજાર પ્રતિવર્ષ સુધી પહોંચી ગઈ. દેશના વિવિધ વિસ્તારોની વાત કરીએ તો, ફ્રોડના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા. 2020-21માં રાજ્યમાં 25 હજારથી વધુ છેતરપિંડીના કેસ નોંધાયા હતા.

બેંક ગ્રાહકો સાથે કેમ થાય છે છેતરપિંડી ?

જાણકારો મુજબ બેંક ગ્રાહકો સાથે થતી મોટા ભાગની છેતપિંડીના કેસ જાગરૂકતાના અભાવના કારણે થાય છે. સરકાર, બેંક અને રિઝર્વ બેંક સતત અભિયાન ચલાવે છે, જેમા બેંક સાથે સંબંધિત છેતરપિંડીથી બચવાના ઉપાય જણાવવામાં આવે છે. પરંતુ મોટાભાગના કેસમાં લોકો કોઈ લાલચમાં આવી ભૂલ કરી બેસે છે. બેંકના નિયમ મુજબ જો કોઈ ગ્રાહક પોતે કોઈ ફ્રોડ આચરનારને પોતાની તમામ જાણકારીઓ અને ઓટીપી આપે છે, તો બેંક તેની જવાબદારી નથી લેતી. આ જ કારણે ઘણા લોકોના રૂપિયા પાછા નથી મળતા.

બેંક

બેન્કિંગ ફ્રોડથી કેવી રીતે બચવું?

  • રિઝર્વ બેંક મુજબ કોઈ પણ બેંક અથવા બેંકના અધિકારી ફોન પર તમારા બેંકના કાર્ડ, તમારી જાણકારીઓ, કાર્ડના સીવીવી નંબર અથવા ઓટીપીની જાણકારી નથી માંગતા. એટલે જો કોઈ વ્યક્તિ ફોન પર કોઈ પણ રીતે તમારી પાસેથી જાણકારી માંગે છે, તો તરત ના પાડી દો અને તેની જાણકારી તમારા બેંકને આપો.
  • મેલ દ્વારા મળેલી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ના કરો.
  • ખૂબ જ ઊંચું વળતર આપતી લાલચથી દૂર રહો, મોટાભાગના છેતરપિંડી કરનારાઓ લોકોને મોટી રકમની લાલચ આપીને આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે.
  • ATM મશીનમાં ATM નો ઉપયોગ કરતી વખતે અથવા કોઈપણ POS મશીન પર કાર્ડનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો, પ્રયાસ કરો કે PIN દાખલ કરતી વખતે તમારી નજીક કોઈ ન હોય. શંકાના કિસ્સામાં બેંકને જાણ કરો
  • જો કોઈ ખોટી ટ્રાન્ઝેક્શન માહિતી અથવા શંકા હોય તો, તરત જ બેંકને જાણ કરો જેથી બેંક તેની બાજુથી શક્ય હોય તો ટ્રાન્જેક્શન રોકી શકે. હાલમાં તમામ બેંકો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ મોકલીને ટ્રાન્ઝેક્શન પછી ગ્રાહકને જાણ કરે છે.
  • તમારા બેંક ખાતામાં તમારો મોબાઈલ નંબર અપડેટ રાખો, બેંક કોઈપણ આશંકા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમારો સંપર્ક કરે છે.

READ ALSO

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV