GSTV

મોટા સમાચાર / RBIએ માસ્ટરકાર્ડ પર લગાવી રોક! બેંક જારી નહીં કરી શકે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, હવે ગ્રાહકોને શું?

rbi

Last Updated on July 14, 2021 by Karan

કેન્દ્રીય બેંક RBIએ બેંકો અને માઇક્રો ફાઇનેન્સ કંપનીઓ દ્વારા નવા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી કરવાને લઇ બુધવારે મોટો નિર્ણય લીધો છે. RBIએ માસ્ટરકાર્ડ જારી કરવા પર રોક લગાવી છે. હવે બેંક નવા અથવા જૂના ગ્રાહકોને માસ્ટર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી નહીં કરી શકે. RBIનો આ નિર્ણય 22 જૂલાઈના રોજથી લાગૂ થશે.

રિઝર્વ બેન્કે એપ્રિલ 2018માં એક સર્ક્યુલર જાહેર કરી આદેશ આપ્યો હતો. એ પ્રમાણે દરેક ઓનલાઈન પેમેન્ટ કંપનીએ તેનો ડેટા ભારતમાં સ્ટોર થાય એવી સુવિધા ઉભી કરવાની હતી. એ છ મહિનાની મુદત ક્યારથી પુરી થઈ ચૂકી છે. એ પછી માસ્ટરકાર્ડને વારંવાર ચેતવણી છતાં તેણે ભારત સરકારના નિયમોનું પાલન કર્યું નથી. આ પહેલા એપ્રિલમાં અમેરિકન એક્સપ્રેસ અને ડિનર્સ ક્લબ ઈન્ટરનેશનલના કાર્ડ પર પણ આરબીઆઈ દ્વારા આ પ્રતિબંધ મુકાયો હતો.

હકીકતમાં બેંકો તરથી જે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવે છે, તેને કંપનીઓ બનાવે છે. તેમાંથી જ એક છે માસ્ટરકાર્ડ એશિયા/પેસિફિક પીટીઆઈ લિમિટેડ (માસ્ટરકાર્ડ). કેન્દ્રીય બેંક RBIએ આ કંપની પર કાર્યવાહી કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે Mastercard Asia / Pacific Pte Ltd પર કાર્યવાહી કરતા 22 જુલાઈના રોજથી પોતાના કાર્ડ નેટવર્ક પર નવા ડોમેસ્ટિક ડેબિટ, ક્રેડિટ અથવા પ્રીપેડ ગ્રાહકોને સામેલ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

કેમ કાર્યવાહી કરવામાં આવી?

RBI મુજબ કંપનીએ ચુકવણી પદ્ધતિના ડેટાના ભંડાર પર આરબીઆઈની નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેથી RBIએ માસ્ટરકાર્ડ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. આ રોક પેમેન્ટ સેક્શન 17 અને સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 હેઠલ લગાવવામાં આવી છે.

માસ્ટરકાર્ડનો કિસ્સો પણ અમુક અંશે ટ્વિટર જેવો છે. જેમ ટ્વિટર પરદેશી કંપની છે અને ભારતીય કાયદા પાલનમાં અખાડા કરતી હતી એમ માસ્ટરકાર્ડે પણ કાનૂન પાલન કર્યું નથી. રિઝર્વ બેન્કનું કહેવું છે કે પુરતો સમય અને વારંવાર તક આપ્યા છતાં માસ્ટરકાર્ડે પાલન કર્યું નથી. માસ્ટરકાર્ડ એક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે. જે દેશમાં કાર્ડ નેટવર્ક સંચાલન કરવા માટે અધિકૃત છે. 6 એપ્રિલ, 2018 ની ચુકવણી સિસ્ટમ ડેટા સ્ટોરેજ પર આરબીઆઈના પરિપત્ર અનુસાર તમામ સિસ્ટમ પ્રોવાઇડર્સને એ નિર્દેશો અપાયા હતા કે છ મહિનામાં આપના દ્વારા સંચાલિત આ રોકડ વ્યવહારો સંબંધિત સંપૂર્ણ વિગતો ભારતમાં સેવ હોવી જોઈએ.

માસ્ટરકાર્ડ ઈન્કોર્પોરેટેડ એ અમેરિકાની મલ્ટિનેશનલ કંપની છે. જગતભરમાં એ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પુરા પાડવાનું કામ કરે છે. વિવિધ બેન્કો અને નાણા સંસ્થાઓ માટે ક્રેડિટ-ડેબિટ કાર્ડની સિસ્ટમ માસ્ટરકાર્ડે ઉભી કરી છે.

rbi

ગ્રાહકો પર કેવી અસર થશે?

RBIના નિર્ણય પછી બેંક નવા માસ્ટર કાર્ડ જારી નહીં કરી શકે. જોકે રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે જૂના માસ્ટર કાર્ડ ચાલુ રહેશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે પહેલાની જેમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની તમામ સેવાઓ જારી રહેશે. તેમના પર કોઈ અસર નહીં થાય.

Read Also

Related posts

BIG NEWS / કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન : રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ

Dhruv Brahmbhatt

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!