GSTV
Home » News » ડિસેમ્બરમાં આ દિવસોએ બેંકો બંધ રહેશે, આ છે કારણ

ડિસેમ્બરમાં આ દિવસોએ બેંકો બંધ રહેશે, આ છે કારણ

વર્ષનો છેલ્લો મહિનો એટલેકે ડિસેમ્બરમાં તહેવારો સિવાય બેંકોની હડતાળ પણ છે. જેને કારણે ડિસેમ્બરમાં ઘણાં દિવસ બેંક બંધ રહેશે. બેંક બંધ રહેવાથી ખાતાધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એટીએમમાં રોકડની અછત હોઈ શકે છે, જેથી સાવચેતીના ભાગરૂપે તમે પહેલાથી જ રોકડ નિકાળીને તમારી પાસે રાખી શકો છો.

આ દરમ્યાન ડિજીટલ ટ્રાન્ઝેક્શન દ્વારા પણ લેવડ-દેવડ કરી શકો છો. જો આ મહિને મુશ્કેલીઓથી બચવા ઈચ્છો છો તો બેંકથી સંબંધિત કામકાજ જેટલા જલ્દી થાય તેટલા પતાવી લો, તમારા માટે તેટલુ સારું રહેશે. આવો જાણીએ, આ મહિને ક્યા-કયા દિવસે બેંક બંધ રહેશે.

22 અને 23 ડિસેમ્બર: 22 ડિસેમ્બરે ચોથો શનિવાર છે. દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે. જ્યારે 23 ડિસેમ્બરે રવિવારે છે, જેને કારણે દર રવિવારની જેમ બેંક બંધ રહેશે.

25 ડિસેમ્બર: આ દિવસે ક્રિસમસનો તહેવાર છે, એટલે સ્વાભાવિક છે કે બેંક બંધ રહેશે. 24 ડિસેમ્બરે બેંક ખુલ્લી રહેશે.

26 ડિસેમ્બર: આ દિવસે યૂનાઇટેડ ફોરમ ઑફ બેંક યૂનિયને (યૂએફબીઓ) બેંકોની હડતાળનું આહ્વાન કર્યુ છે. આ હડતાળ બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જરના વિરોધમાં કરાઈ રહ્યો છે.

READ ALSO

Related posts

પ્રસૂતિની તારીખ લંબાય તો? ગભરાશો નહી આ કારણો છે જવાબદાર

Bansari

આ પાંચને ભોગ ધરાવવાનું ન ભૂલતાં, નહી તો તમારું શ્રાદ્ધ રહી જશે અધૂરુ

Bansari

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!