GSTV

બેંક હોલિડે/ આવતા જ મહીને 11 દિવસ બેંકો બંધ રહેશે, ફટાફટ કામ પતાવી લો

ફેબ્રુઆરી મહિનો સમાપ્ત થવાનો છે, જો તમે આવતા મહિને એટલે કે માર્ચ મહીના (માર્ચ) માટે બેંક સાથે સંબંધિત કોઈ પણ કામ સ્થગિત કરી દીધું હોય તો એ પહેલાં એક વાર તમે કેલેન્ડર પર એક નજર નાખી લો. કારણ કે કદાચ તમે જે દિવસે બેંકમાં જવાનું વિચારી રહ્યાં છો તે દિવસે બેંક પર લોક લાગેલું મળી શકે છે. તેથી, પહેલેથી જ એ જાણી લેવું ખાસ જરૂરી રહેશે કે માર્ચના કયા દિવસોમાં બેંકો બંધ (Bank Holidays in March 2021) રહેશે.

bank-closed

માર્ચમાં બેંકો 11 દિવસ બંધ રહેશે

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) ના હોલિડે કેલેન્ડર મુજબ માર્ચ મહિનામાં હોળી અને મહાશિવરાત્રિ સહિત કુલ 11 દિવસો સુધી બેંકોમાં રજા રહેશે. આ પૈકી, બેંકોમાં 5 માર્ચ, 11 માર્ચ, 22 માર્ચ, 29 માર્ચ અને 30 માર્ચે રજા પર રહેશે. આ સિવાય 4 રવિવાર અને 2 શનિવારે પણ બેંકો બંધ રહેશે. એટલે કે, કુલ 11 દિવસો સુધી બેંકોમાં કોઈ પણ જાતનું કામકાજ થશે નહીં.

5 માર્ચ, 2021: આર્કેડ બીટની ઉજવણી માટે મિઝોરમમાં રજા.

11 માર્ચ 2021: મહાશિવરાત્રિ.

22 માર્ચ 2021: બિહાર દિવસ.

29 અને 30 માર્ચ 2021: હોળીની રજા.

bank-on-strike

15 માર્ચથી હડતાલ

આ રજાઓ ઉપરાંત, બેંક કર્મચારીઓની 9 સંસ્થાઓ (UFBU) ના સાર્વજનિક ક્ષેત્રની બે બેંકોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં 15 માર્ચથી બે દિવસીય હડતાલની જાહેરાત કરાઇ છે. તમને જણાવી દઈએ કે, નાણાંમંત્રી નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી. તેના વિરોધમાં બેંકિંગ યુનિયનોએ હડતાલ કરવા જણાવ્યું છે.

ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા કામ નિપટાવી શકો

માર્ચ મહીનાની શરૂઆતની જ સાથે નવા નાણાંકીય વર્ષ 2021-22 નો આરંભ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, રજાના કારણે પણ જો બેંકની શાખાઓ બંધ રહે છે, તો તમે ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા અનેક કાર્યોને પૂરા કરી શકો છો. RBI નું કહેવું છે કે, ‘રાજ્યોમાં બેંકની રજાઓ અલગ-અલગ હોઇ શકે છે. જેથી, બધા ગ્રાહકોએ તેને ધ્યાનમાં રાખીને બેંકિંગ સંબંધિત પોતાના કામનો પ્લાન નક્કી કરે.’

READ ALSO :

Related posts

બનાસકાંઠા માસ્ક કૌભાંડ પહોંચ્યું દે. સીએમ ઓફિસ, નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ

Pritesh Mehta

અરવલ્લી: હજારો રોકાણકારોને લાખોનું ફુલેકુ ફેરવી ફરાર થનાર 3ની થઇ ધરપકડ

Pritesh Mehta

ગરીબ અને અસક્ષમ બાળકોને મળશે સોનેરી તક, બિહારના આનંદકુમારે સુરતમાં શરૂ કરી એકેડમી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!