અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘે (એઆઇબીઇએ) કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની 26 નવેમ્બરમાં રાષ્ટ્રવ્યાપી સામાન્ય હડતાળમાં સામેલ થવાની ઘોષણા કરી છે. હડતાળનું આહ્વાન કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓ વિરુદ્ધ કરવામાં આવ્યુ છે. ભારતીય મજૂર સંઘને છોડીને 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 26 નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી સામાન્ય હડતાળની ઘોષણા કરી છે.

એઆઇબીઇએ મંગળારે પોતાના નિવેદનમાં કહ્યું કે લોકસભાએ તાજેતરમાં સંપન્ન થયેલા સત્રમાં ત્રણ નવા શ્રમ કાયદાને પાસ કર્યો છે અને કારોબાર સુગમતાના નામે 27 વર્તમાન કાયદાઓને સમાપ્ત કરી દીધા છે. આ કાયદા શુદ્ધ રૂપે કોર્પોરેટ જગતના હિતમાં છે. આ પ્રક્રિયામાં 75 ટકા શ્રમિકોને શ્રમ કાયદાના દાયરાની બહાર કરી દેવામાં આવ્યા છે.

નવા કાયદામાં આ શ્રમિકોને કોઇ સંરક્ષણ નહી મળે

એઆઇબીઇએ ભારતીય સ્ટેટ બેન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક સિવાય મોટાભાગની બેન્કોનું પ્રતિનિધિત્વ કરે છે. તેના સભ્યોમાં વિભિન્ન જાહેર અને જૂની ખાનગી ક્ષેત્રની બેન્કો, ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો તથા વિદેશી બેન્કોના આશરે 30,000 કર્મચારી હડતાળમાં સામેલ થશે. ગ્રામીણ બેન્ક સંગઠનોના મંચે દેશભરની ગ્રામીણ બેન્કોમાં કાર્યરત તમામ અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠનો સાથે આ હડતાળને સફળ બનાવવા માટે પત્ર જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હડતાળ પર જવા માટે પ્રેરિત કરવામાં આવે અને જિલ્લા સ્તરે અન્ય શ્રમ સંગઠનો સાથે આયોજિત થનાર વિરોધ પ્રદર્શનોમાં પણ પૂરી ભાગીદારી કરવામાં આવે.

21 હજાર શાખાઓમાં લાગશે તાળા
દેશ ભરમાં કાર્યરત કરોડો શ્રમિકો અને કર્મચારીઓના પ્રતિનિધિત્વ કરવાવાળા પ્રમુખ 10 શ્રમ સંઘોએ સંયુક્ત મંચની કેન્દ્ર સરકારની કથિત જન વિરોધી, ખેડૂત વિરોધી, અને રાષ્ટ્ર વિરોધી નીતિયોં વિરોધ બોલોવામાં આવેલી દેશવ્યાપી હડતાળમાં બેંકિગ ઉદ્યોગ પણ શામેલ થશે. હાલના સમયમાં તમામ રાજ્યોમાં એક અથવા વધુ ગ્રામિણ બેન્ક છે જેની કુલ સંખ્યા 43 છે અંદાજીત 21 હજાર શાખાઓના એક લાખ અધિકારી અને તમામ પ્રકારના કર્મચારીઓ કાર્યરત છે. જેમાં દૈનિક અને અહીં મોટી સંખ્યામાં પાર્ટ-ટાઇમ કર્મચારીઓ પણ છે.
Read Also
- દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે
- ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો
- બોર્ડે ધારા ધોરણો બદલ્યા/ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીના નિયમો આકરા થયા, ફિટનેસ માટે ખેલાડીઓએ કરવો પડશે આ ટેસ્ટ
- આખા દેશમાં લાગૂ કરી દો દારૂબંધીનો કાયદો/ નહીં થાય રેપ અને હત્યા જેવી ઘટનાઓ, મોદી સરકારમાં રહી ચુકેલા આ મંત્રીએ કરી વકીલાત
- વિદેશથી આવતા સમયે સોનું અને દારૂ લાવતા હોય તો જાણી લેજો આ વાત, ભારતમાં આટલી છે તેની મર્યાદા…