GSTV
Home » News » આજે નહીં થાય બેન્કના કોઈ પણ કામ! ફક્ત આ એક બેન્કના ગ્રાહકોને નહીં નડે હડતાળ

આજે નહીં થાય બેન્કના કોઈ પણ કામ! ફક્ત આ એક બેન્કના ગ્રાહકોને નહીં નડે હડતાળ

સાર્વજનિક ક્ષેત્રની બેંકોના વિલિનીકરણ અને બેંકમાં જમા રકમ પર વ્યાજ દરમાં ઘટાડાના વિરોધમાં આજે બેંકો કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન તેમજ બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યા બાદ આજે સાર્વજનિક ક્ષેત્રની અનેક બેંકોએ હડતાળ પાડી છે.

બેંકોની હડતાળને કારણે દિવાળીના તહેવારોમાં જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે ખાનગી ક્ષેત્રની બેંકો હડતાળમાં જોડાઇ નથી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત મોટા ભાગની બેંકોએ પોતાના ગ્રાહકોને આ મામલે પહેલેથી જ જાણકારી આપી દીધી છે.

હડતાળને કારણે SBIના કામકાજમાં નહીં પડે કોઈ ફેરફાર

જો કે એસબીઆઇનું કહેવું છે કે હડતાળને કારણે તેમના કામકાજને કોઇ અસર નહીં પડે. બીજી તરફ બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને સિન્ડિકેટ બેંક જેવી તમામ સરકારી બેંકોમાં આ હડતાળની અસર જોવા મળશે. કેમ કે આ બેંકોમાં હડતાળ જાહેર કરનારા યુનિયન સાથે જોડાયેલા કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ છે.

22 ઓક્ટોબરે બેન્કોમાં હડતાલ છે. 10 સરકારી બેન્કોનો વિલય કરીને 4 મોટી બેન્કો બનાવવાના વિરોધમાં ઑલ ઈન્ડિયા બેન્ક એમ્પલૉઈઝ એસોસિએશન (AIBEA) અને બેન્ક એમ્પલૉઈઝ ફેડરેશન ઑફ ઈન્ડિયા (BEFI)એ 22 ઓક્ટોબરે દેશવ્યાપી બેન્ક હડતાળનું આહ્વાન કર્યુ છે.

આ અઠવાડિયે ધનતેરસ અને દિવાળીનો તહેવાર છે. જેના કારણે 26, 27, 28, 29 ઓક્ટોબરે સતત ચાર દિવસ બેન્કની રજા છે. આ મહિનાનો ચોથો શનિવાર અને દિવાળીની રજાઓ છે. એવામાં કેશ, ડિપૉઝિટ, રોકાણ સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા આને પહેલા જ પૂરુ કરી લો તો આપને સરળતા રહેશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમને ઓગસ્ટ મહિનામાં 10 સરકારી બેન્કોના મર્જર પ્લાનની જાહેરાત કરી, જે બાજ દેશમાં સરકારી બેન્કોની સંખ્યા હાજર 27થી ઘટીને 12 થઈ જશે.

આ અંતર્ગત પંજાબ નેશનલ બેન્કમાં ઓરિએન્ટલ બેન્ક ઑફ કૉમર્સ અને યુનાઈટેડ બેન્ક ઑફ ઈન્ડિયાનું કેનરા બેન્કમાં સિન્ડિકેટ બેન્કનું યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયામાં આંધ્ર બેન્ક એન્ડ કૉર્પોરેશન બેન્કનુ ઈન્ડિયન બેન્કમાં અલાહાબાદ બેન્કમાં મર્જર થશે.

આ મર્જર બાદ દેશમાં સાર્વજનિક ક્ષેત્રના બેન્કોની સંખ્યા ઘટીને 12 થઈ જશે. નિર્મલા સીતારમને કહ્યુ કે આવનાર 5 વર્ષમાં દેશને પાંચ લાખ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે નેક્સટ જનરેશન બેન્કોનું હોવુ જરૂરી છે. 

Read Also

Related posts

આ 200 ગામોમાં હજુ 15 દિવસ બાદ મનાવાશે દિવાળી, કારતકી અમાસની નિભાવે છે વર્ષોથી પરંપરા

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur

નીતિનભાઈનું આરોગ્ય મંત્રાલય રહ્યું નિષ્ફળ, ડેન્ગ્યુથી મોતના આંક વાંચશો તો જરૂર કહેશો કે આ સરકાર શું કરી રહી છે?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!