GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

મહિનાના અંતમાં આ 3 દિવસો રહેશે બેન્કો બંધ, કર્મચારીઓ જઈ રહ્યાં છે હડતાળ પર

સરકારી માલિકીની બેન્કોના કર્મચારીઓ સંગઠનો દ્વારા છાશવારે હડતાળ પાડવાને લીધે સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે બેન્ક કર્મચારી સંગઠનોએ 31મી જાન્યુઆરીના રોજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે જેના પગલે ચાલુ મહિનાના અંતે બેન્કો સતત 3 દિવસ માટે બંધ રહેશે. આથી તમારે તમારા બેન્કોના કામકાજ ઝડપથી પૂર્ણ કરવા પડશે. 

હડતાળ બે દિવસની પણ બેન્કો 3 દિવસ બંધ રહેશે

બેન્કિંગ કર્મચારીઓના સંગઠને આગામી 31મી જાન્યુઆરી શુક્રવાર અને 1લી ફેબ્રુઆરી 2020 શનિવાર એમ કુલ બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. જો કે ત્યાર પછીની 2જી ફેબ્રુઆરીના રોજ રવિવાર આવતો હોવાથી બેન્કો ત્રણ દિવસ માટે બંધ રહેશે. સળંગ ત્રણ દિવસની હડતાળને પગલે દેશભરમાં લાખ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટવાઇ જશે. ભારતીય બેન્ક સંઘની સાથે વેતન સંશોધનને લઇ ચાલી રહેલી મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ બેન્ક સંગઠનોએ 31 જાન્યુઆરી 2020થી બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. 

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU), જે નવ ટ્રેડ યુનિયનોનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે કહ્યું કે, 11થી 13 માર્ચના દરમિયાન 3 દિવસની હડતાળનું પણ આયોજન કરાયું છે. UFBU સ્ટેટ કન્વિનર સિદ્ધાર્થ ખન્નાએ જણાવ્યું કે, 1લી એપ્રિલથી અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવાનો પણ નિર્ણય લીધો છે. 

15 ટકા પગાર વધારાની માંગણી

UFBU પગારમાં ઓછામાં ઓછા 15 ટકાના વધારાની માંગણી કરી રહ્યું છે. પરંતુ ઇન્ડિયન બેન્ક એસોસિએશન માત્ર 12.25 ટકા જ વેતન પગાર ઉપર સહમત થયું છે તે બેન્ક કર્મચારી યુનિયનને મંજૂર નથી. વેતન સંશોધનના મામલે છેલ્લી બેઠક 13મી જાન્યુઆરીના રોજ યોજાઇ હતી.

READ ALSO

Related posts

ગુજરાતમાં છાત્રો માટે આવી સૌથી મોટી ખુશખબર, રૂપાણી સરકારે આ ફી 50 ટકા ઘટાડી દીધી

Ankita Trada

YouTubeએ ચીનની વિરુદ્ધમાં કરાયેલાં કમેન્ટ્સને હટાવ્યા, ‘error’નું નામ આપીને હાથ ખંખેર્યા

Mansi Patel

દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો : મોદી સરકારની છૂટછાટમાં કોરાનાના કેસો અને મોતના આંકથી ફાટી પડશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!