GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

Alert! બાકી હોય તો જલ્દી પતાવી લો બધા કામ, આગામી અઠવાડીયામાં 4 દિવસ રહેશે બેન્ક બંધ

જો તમારી પાસે પણ બેન્ક સાથે જોડાયેલા કેટલાક જરુરી કામ છે તો, આગામી અઠવાડીયાના મંગળવાર સુધી પતાવી દેજો. કારણ કે, આગામી અઠવાડીયામાં બેન્ક 4 દિવસ માટે બંધ રહેશે. બેન્ક યૂનિયનના કર્મચારીઓ પોતાની પડતર માગો જેવી કે, પીએસયૂ બેન્કના મેગા મર્જરનો વિરોધ, સૈલરી વધારવા અને અઠવાડીયમાં બે દિવસની રજા જેવી માગોને લઈને 27 માર્ચના રોજ હડતાલ પર જઈ રહી છે. આ હડતાલ પહેલા 11 માર્ચથી ત્રણ દિવસ માટે થવાની હતી. ઉલ્લેખનીય છે કે, યૂનિયનોનુ તે પણ કહેવુ છે કે, જો તેમની માગોને માનવામાં નહી આવે તો, 1 એપ્રિલથી તેઓ અનિશ્વિતિકાળની દેશવ્યાપી હડતાલ પર ઉતરશે.

આ છે માગ

બેન્ક યૂનિયનની માગોમાં 10 પીએસયૂ બેન્કના પ્રસ્તાવિત મર્જને રોકવુ, IDBI બેન્કનું પ્રાઈવેટીકરણ, બેન્કિગ સુધારોનુ રોલબૈક, બેડ લોનની વસૂલી અને જમા વ્યાજ દરમાં વૃદ્ધિ કરવાની વગેરે સામેલ છે.

4 દિવસ બંધ રહેશે બેન્ક

જો આ હડતાલ શરુ થશે તો, બેન્કની આ મહિનાના છેલ્લા દિવોસમાં 3 રજા થઈ જશે. કારણ કે, 25 માર્ચના રોજ ગુડી પડવાના કારણે ઘણા રાજ્યમાં બેન્કની બ્રાંચ બંધ રહેશે. 27 માર્ચના રોજ હડતાલ હશે, 28 માર્ચના રોજ મહિનાનો ચોથો શનિવર છે અને 27 માર્ચના રોજ રવિવારના કારણે બેન્કની રજા રહેશે.

આ વર્ષે 2 વખત પહેલા પણ થઈ ચૂકી છે બેન્ક હડતાલ

માર્ચમાં જો બેન્ક કર્માચારીઓની હડતાલ થશે તો, આ વર્ષની આ ત્રીજી હડતાલ થશે. આ પહેલા પણ 8 જાન્યુઆરીના રોજ ભારત બંધ દરમિયાન બેન્ક યૂનિયને મોદી સરકારની નિતિઓના વિરુદ્ધ એક દિવસની હડતાલ પર ઉતર્યા હતા. ત્યારબાદ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ પણ હડતાલ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

હેપ્પી બર્થ ડે : ભારતીય ક્રિકેટરથી કોમેન્ટેટર અને હવે કોચ તરીકે પણ એવી જ લોકપ્રિયતા

Bansari

મહિસાગર જિલ્લામાં એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ મચ્યો આરોગ્ય તંત્ર થયું દોડતું

pratik shah

ગુજરાતમાં છાત્રો માટે આવી સૌથી મોટી ખુશખબર, રૂપાણી સરકારે આ ફી 50 ટકા ઘટાડી દીધી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!