GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

બેંકોની 30 અને 31મીએ હડતાળ : કર્મચારીઓની શું માંગ છે?

મે મહિનાના અંતિમ દિવસોમાં બેંકોના કામકાજ પર અસર પડશે. કેમકે 30 અને 31 મે. એમ બે દિવસ દેશભરના 10 લાખથી વધારે બેંક કર્મચારીઓ હડતાળ પર છે. જેનાથી બેંકિંગ સેવા પ્રભાવિત થશે અને ખાતેદારોને પરેશાની થશે. બેંક કર્મચારીઓ ઈન્ડિયન બેંક એસોસિએશન દ્વારા વેતનમાં માત્ર 2 ટકાનો વિરોધ કરી રહ્યા છે.

પાંચમી મેના દિવસે આ મુદ્દે થયેલી બેઠકમાં ઈન્ડિયન બેંક એસોસિએશને વેતનમાં 2 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પાછલા વર્ષે પહેલી નવેમ્બર 2012થી 31 ઓક્ટોબર 2017 સુધી બેંક કર્મચારીઓને વેતનમાં 15 ટાકાનો વધારો કરાયો હતો. એવામાં બેંક કર્મીઓ 2 ટકા વધારાના પ્રસ્તાવને મજાક ગણાવી રહ્યા છે.

કર્મચારીઓનું કહેવું છે કે બે ટકા વધારાનો કોઈ અર્થ નથી. બેંક કર્મચારીઓની માંગ છે કે વેતન નિર્ધારણની પ્રક્રિયા જલ્દી પૂરી કરવામાં આવે. વેતન ભથ્થામાં ઉચિત વધારો કરવામાં આવે. તમામ ગ્રેડના અધિકારીઓને શામિલ કરવામાં આવે. અન્ય સેવા શરતોમાં સુધારો કરવામાં આવે. આ માંગોને લઈને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અને ઈન્ડિયન બેંક એસોસિએશન વચ્ચે બીજી મે 2018થી 12 નવેમ્બરે 2017 દરમિયાન 13 બેઠક થઈ હતી. છેલ્લે 5મી મેએ આ મુદ્દે અંતિમ વાતચીત થઈ હતી.

Related posts

મજૂરોનું દર્દ જોઈને સુપ્રિમ કોર્ટે સ્ટેટ અને કેન્દ્ર સરકારને કર્યો સવાલ, જણાવો મજૂરો માટે શું શું કર્યુ?

Mansi Patel

ચુંદડીવાળા માતાજી તરીકે જાણીતા પ્રહલાદ જાની થયા બ્રહ્મલીન, છેલ્લા 80 વર્ષથી અન્નજળ વગર જીવી રહ્યા હતા

pratik shah

પાકિસ્તાનની સરહદમાંથી ઘૂસેલા આ દુશ્મનનો 4 રાજ્યો પર હુમલો: મોદી સરકાર રોકવામાં ફેલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!