GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સામાન્ય માણસ માટેના રાહતનાં સમાચાર, બે દિવસની બેન્કોની ટળી હડતાળ

બેંક ટ્રેડ યુનિયનોએ સૂચિત 26 અને 27 સપ્ટેમ્બરની હડતાલ મુલતવી રાખી છે. 10 બેંકોના વિલીનીકરણના વિરોધમાં બેંક યુનિયનોએ હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી હતી. યુનિયનના નેતાઓ અને નાણાં સચિવ રાજીવ કુમાર વચ્ચેની બેઠક બાદ હડતાલ મુલતવી રાખવામાં આવી હતી. બેંક યુનિયનોનું કહેવું છે કે સરકારે તેમની માંગણીઓ ગંભીરતાથી લીધી છે અને આ અંગે વિચારણા કરવાની ખાતરી આપી છે.

વાતચીત બાદ હડતાલ મોકૂફ રાખવામાં આવી

હકીકતમાં, બેંક અધિકારીઓના ચાર યુનિયનોએ 26 સપ્ટેમ્બરથી બે દિવસીય હડતાલની ઘોષણા કરી હતી. યુનિયન દ્વારા હડતાલમાં બેંકોના વિલીનીકરણનો વિરોધ સાથે 11 મા પગાર કરારના અમલની માંગ કરી છે.

ચાર બેંક યુનિયનો દ્વારા હડતાલ બોલાવવામાં આવી હતી

બેન્કિંગ ક્ષેત્રના ચાર ટ્રેડ યુનિયન સંગઠનોએ 25 સપ્ટેમ્બરની મધ્યરાત્રીથી 27 સપ્ટેમ્બરની મધ્યરાત્રી સુધી હડતાલ બોલાવી હતી. જેમાં ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર એસોસિએશન્સ, ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન બેંકના અધિકારીઓ શામેલ હતા.

બેંકોના વિલીનીકરણનો વિરોધ કરી રહેલા યુનિયન

નોંધપાત્ર વાત એ છે કે ગયા મહિને નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે બેંકોના વિલીનીકરણની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની 10 બેંકોને મર્જ કરવા 4 બેંકો મર્જ કરવામાં આવશે. બેંકિંગ ક્ષેત્રના વિવિધ ટ્રેડ યુનિયન સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. યુનિયનોનું કહેવું છે કે હજારો નોકરી ખોવાઈ જવા સાથે, નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) પણ વધશે.

સરકારી બેંકોની 26 અને 27 એમ બે દિવસીય હડતાળ મોકૂફ રહી છે. બેંક યુનિયન લિડર્સે અને કેન્દ્રીય નાણા સચિવ રાજીવ કુમાર વચ્ચે થયેલી બેઠક બાદ હડતાલ પર જવાન નિર્ણય પાછો ખેંચાયો છે. યુનિયનના આગેવાનોએ કહ્યું કે સરકારે તેમની માગને ગંભીરતાથી લીધી છે અને તેના પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે. ત્યાર બાદ હડલાતનો નિર્ણય ટાળવામાં આવ્યો છે. બેંક યુનિયનોએ 10 બેંકોના વિલયના વિરોધમાં હડતાલ પર જવાની જાહેરાત કરી હતી.


આગામી 26 અને 27 તારીખે સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પર જવાના હતા. યુનિયનના આગેવાનોએ કહ્યું કે સરકારે તેમની માગને ગંભીરતાથી લીધી છે અને તેના પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે. ત્યાર બાદ હડલાતનો નિર્ણય ટાળવામાં આવ્યો છે. બેંક યુનિયનોએ 10 બેંકોના વિલયના વિરોધમાં હડતાલ પર જવાની જાહેરાત કરી હતી.

READ ALSO

Related posts

ગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ કપડામાં પહેરી શકાય તેવું બનાવ્યું છે પોકેટ AC

Harshad Patel

હવે નહિ મળે નવા ફોન્સમાં ચાર્જર, Samsung કરી શકે છે શરૂઆત

pratik shah

હવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે આવું, સામાન ક્યાંનો છે આ રીતે પડી જશે ખબર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!