કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત દેશભરની સરકારી બેન્કોના ખાનગીકરણની નીતિને રોક લગાવવા, નવી પેન્શન યોજના નાબૂદ કરી જૂની પેન્શન યોજના શરૃ કરવા સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માગણી સાથે આગામી ૨૮ અને ૨૯ માર્ચના રોજ ગુજરાતની બેન્કોના કર્મચારીઓ હડતાલ પાડશે. આ બે દિવસીય બેન્ક હડતાળમાં ગુજરાતના ૨૦,૦૦૦ કર્મચારીઓ જોડાશે.

ગુજરાતમાં આ દિવસોએ બેન્ક રહેશે બંધ
બેન્ક કર્મચારીઓએ આગામી ૨૮ અને ૨૯ માર્ચ એમ બે દિવસીય હડતાળ છેડી છે. ત્યારે ૨૬ માર્ચના ચોથો શનિવાર અને ૨૭ માર્ચના રોજ રવિવારની જાહેર રજા હોવાથી સળંગ ચાર દિવસ સુધી બેન્કો બંધ રહેશે. એટલે કે, મિની વેકેશન જેવી સ્થિતિ સર્જાવાના કારણે બેન્ક ખાતેદારોને નાણાંકીય વિનિમયમાં મૂશ્કેલી વેઠવી પડશે. તેવી જ રીતે, મોટાભાગની બેન્કોના એટીએમ સેન્ટર તળિયાઝાટક થઈ જવાની શક્યતાને નકારી શકાતી નથી.

હડતાળના મુખ્ય કારણો
- કેન્દ્ર સરકાર દ્વારા બેન્કોનું ખાનગીકરણ અટકાવવું
- નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરો
- બેન્ક ઉદ્યોગમાં બાકી દેવાદારોની બિનઉત્પાદક અસ્ક્યામતોની પુરેપુરી વસુલી કરવી, હેરકટના નામે પ ટકાથી ૯૫ ટકા – સુધીની રકમ વસુલાત વખતે જતી ન કરવી
- બાકી દેવાની માંડવાળ કરવી નહીં
- મજૂર કાયદામાં સુધારો કરવા સરકાર વિચારે છે તે સુધારા રદ કરવા
- ભાવવધારા પર અંકુશ લાવવો
- ૨૦૧૪ ના ભાવ પાછા લાવવા
READ ALSO:
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ