GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

આજે 3.30 વાગ્યા સુધીમાં પતાવી લો બેન્કના જરૂરી કામ, નહીં તો આવશે મુશ્કેલી વેઠવાનો વારો

જો તમારે બેન્ક સાથે સંબંધિત કોઇ કામ તપાવવાના બાકી હોય તો આજે બપોરે 3.30 વાગ્યા સુધીમાં જરૂરથી પતાવી લો, નહી તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. કારણ કે આગામી ત્રણ દિવસ એટલે કે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી બેન્કોનું કામકાજ નહી થાય. હકીકતમાં બેન્ક યૂનિયનોએ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી સુધી દેશવ્યાપી બેન્ક હડતાળનું આહ્વાન કર્યુ છે. સાથે જ 2 ફેબ્રુઆરીએ રવિવાર હોવાના કારણે બેન્કોમાં રજા રહેશે. તેથી તમારી પાસે કેશની પૂરતી વ્યવસ્થા રાખો. જો કોઇ મોટી જરૂરિયાત ઉભી થાય તો આજે જ તેની વ્યવસ્થા થઇ શકે.

 આગામી 31 જાન્યુઆરીથી બેન્ક યુનિયનોએ બે દિવસની હડતાળની ઘોષણા કરી છે. એટલે કે 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી 2020એ હડતાળના કારણે બેન્ક બંધ રહેશે.

સાથે જ બે ફેબ્રુઆરીએ રવિવાર છે, તેથી તે દિવસે પણ તમે બેન્કના કોઇ કામકાજ નહી થાય.આ ઉપરાંત યુનિયને માર્ચના મહિનામાં ત્રણ દિવસ અને એક એપ્રિલથી અનિશ્વિતકાલીન હડતાળ પર જવાની ઘોષણા કરી છે.

આટલા દિવસ રહેશે બેન્કની હડતાળ

યૂનાઇટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયને જણાવ્યું કે, 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીએ બેન્કોમાં હડતાળ રહેશે. સાથે જ માર્ચમાં 11,12,13 તારીખે પણ હડતળ રહેશે. બેન્ક યુનિયને એક એપ્રિલથી અનિશ્વિતકાલીન હડતાળ પર જવાની ઘોષણા કરી છે.

આ કારણે થશે હડતાળ

દિલ્હી પ્રદેશ બેન્ક કર્મચારી સંગઠનના મહાસચિવ અશ્વની રાણાએ જણાવ્યુ કે ઇન્ડિયન બેન્ક એસોસિએશને વેતનમાં 12.5 ટકા વદ્ધિ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે, જે મંજૂર નથી. તેથી દેશભરમાં તમામ સરકારી બેન્કોમાં કાર્યરત કર્મચારી હડતાળ પર ઉતરશે. તેનાથી બેન્કિંગ સેવાઓ પર અસર પડી શકે છે.

બેન્ક યુનિયનની આ છે માગ

  1. બેન્ક યુનિયનોની માગ છે કે વેતનમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો કરવામાં આવે.
  2. બેન્કોમાં પાંચ દિવસના કાર્યદિવસ હોય.
  3. બેસિક પેમાં સ્પેશિયલ ભથ્થાનો વિલય થાય.
  4. એનપીએસને હટાવવામાં આવે.
  5. પેન્શનનું અપડેશન હોય.
  6. પરિવારને મળતા પેન્શનમાં સુધાર.
  7. સ્ટાફ વેલફેર ફંડનું પરિચાલન લાભના આધારે ફાળવવુ
  8. રિટાયર થવા પર મળતા લાભને આવકવેરામાં ન સમાવવા
  9. શાખાઓમાં કાર્યના કલાક અને લંચ સમયની યોગ્ય વહેંચણી
  10. અધિકારીઓ માટે બેન્કમાં કાર્યના કલાકોને નિયમિત બનાવવા
  11. કોન્ટ્રાક્ટ અને બિઝનેસ કોરસ્પોન્ડેંટ માટે સમાન વેતન.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!