GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

નોંધી લો તારીખ, આવતા મહિને ફરી 3 દિવસ માટે બેન્કની હડતાળ

31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ બે દિવસની બેન્ક હડતાળ બાદ ઘણી જાહેર ક્ષેત્રની બેન્કોના લાખો કર્મચારીઓએ આગામી સપ્તાહે વધુ એક બેન્ક હડતાળ કરવાની ધમકી આપી છે. જો આ બંધ સફળ રહ્યો તો માર્ચના બીજા સપ્તાહમાં સતત 5 દિવસ સુધી કોઈ બેન્કનું કામ નહિં શકે અને એટીએમ પણ બંધ રહી શકે છે. જેથી બેન્ક ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

બેન્ક કર્મચારી ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોયઝ એસોસિએશન (AIBEA)ના જણાવ્યા અનુસાર, ભારતીય બેન્ક સંઘ (IBA) સાથે વેતન સુધારણા વાર્તા નિષ્ફળ રહ્યા બાદ અખિલ ભારતીય બેન્કો 11થી 13 માર્ચ સુધી હડતાળ કરશે. મહિનાના બીજા શનિવારે હડતાળ સમાપ્ત થશે, જ્યારે બેન્કોમાં રજા આવે છે. જેથી રવિવાર સહિત પાંચ દિવસ રજા આવતા બેન્કના કામો પર અસર થશે.

ICICI અને HDFC બેન્ક જેવી ખાનગી બેન્કોના કામકાજ પર હડતાળથી કોઈ અસર નહિં થાય. આ વર્ષે આ અત્યાર સુધીની આ ત્રીજી બેંક હડતાલ હશે કારણ કે 8મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સરકારની નીતિઓના વિરોધમાં યુનિયનોએ વિરોધ કરેલો ત્યારે ભારત બંધ દરમિયાન બેંકિંગ સેવાઓને પણ અસર થઈ હતી. આ વર્ષની પહેલી એપ્રિલથી યુનિયન દ્વારા તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં ન આવે તો ફરીથી અચોક્કસ મુદ્દતની અખિલ ભારતીય બેંક હડતાલની હાકલ કરી છે.

પીએસયુ બેન્કોના કર્મચારીઓને યૂનિયન નેતાઓ અને બેનકોના મેનેજિંગ ડિરેક્ટર્સ સાથે વાતચીત બાદ દર પાંચ વર્ષમાં એક વાર વેતન વધારો મળે છે. જે છેલ્લી વાર 2012માં વેતનમાં સુધારણા થયેલ, એ પછી નવેમ્બર 2017થી આ બાકી છે. કેમ કે ત્યાર પછીથી તમામ વાતચીત નિષ્ફળ રહી છે.

યુનિયનોએ વેતન સુધારણા પતાવટની માંગણી કરી છે જેમાં પગાર સ્લીપના ઘટકોને પર્યાપ્ત લોડિંગ પર 20 ટકા વધારો કરવામાં આવે. જ્યારે આઈબીએએ જણાવ્યું કે, તે કામગીરી સાથે જોડાયેલ પ્રોત્સાહન સહિત 19 ટકા વધારો કરવા તૈયાર છે.

આ સિવાય બેન્ક કર્મચારીઓ વૈકલ્પિક શનિવારે કામ કરવાની વિરુદ્ધમાં છે. આઈબીએ 5 ડે વર્કીંગ વીક પ્રસ્તાવને નકારી કાઢે છે. તે કહે છે કે, ભારત અગાઉથી જ અન્ય દેશોની સરખામણીએ વધુ જાહેર રજાઓ ધરાવે છે, તેથી તમામ શનિવાર અને રવિવારે બેન્કો બંધ રાખવાથી જનતાને પરેશાની થશે.

અન્ય માંગોમાં મૂળ ભથ્થા સાથે વિશેષ ભથ્થાનું મર્જર, નવી પેન્શન યોજના કાઢી નાખવા, કૌટુંબિક પેન્શન સુધારણા વગેરે સામેલ છે.

Read Also

Related posts

દાદરાનગર હવેલી: ખાનગી કંપનીનાં કામદારોએ મચાવ્યો હોબાળો, પગાર મુદ્દે ઉતર્યા વિરોધ પ્રદર્શન પર

pratik shah

આ ફોટો શેર કરવાથી સોનમ કપૂર પર ફેન્સ ભડક્યા, જાણો કપલ્સે કેવા ફોટો શેર કરતાં બચવું જોઇએ

Ankita Trada

ATM બનશે હવે ‘વર્ચુઅલ બેંક’, 2 લાખથી વધારે મશીનોમાં કેશ પણ જમા કરાવી શકશો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!