GSTV
Home » News » આજે જ પતાવી લો બેન્કને લગતાં જરૂરી કામ, આગામી બે દિવસ રહેશે બંધ

આજે જ પતાવી લો બેન્કને લગતાં જરૂરી કામ, આગામી બે દિવસ રહેશે બંધ

બેન્ક સાથે સંબંધિત જરૂરી કામ આજે જ પતાવી લો. કારણ કે આગામી બે દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે. મંગળવારે 25 ડિસેમ્બરે ક્રિસમસની રજા છે તો 26 ડિસેમ્બરે બેન્ક કર્મટારીઓ હડતાળ પર છે. વિજયા બેન્ક અને દેના બેન્કના બેન્ક ઑફ બરોડામાં પ્રસ્તાવિત વિલય સામે જાહેર અને ખાનગી ક્ષેત્રના આશરે 10 લાખ કર્મચારીઓએ 26 ડિસેમ્બરના રોજ એક દિવસની હડતાળનું આહ્વાન કર્યુ છે.

થોડા દિવસ પહેલા બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજ્યા બેંકના પ્રસ્તાવિત મર્જરનો વિરોધ કરી રહેલ બેંક કર્મચારીના સંગંઠને 26 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળની ચેતવણી આપી હતી. સરકારે સપ્ટેમ્બરમાં સાર્વજનિક ક્ષેત્રની ત્રણ બેંક બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજ્યા બેંકના મર્જરની મંજૂરી આપી હતી. બેંક કર્મચારીઓના સંયુક્ત સંગઠન યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ જાહેર ક્ષેત્રની બેન્કોના અધિકારીઓના યુનિયને આ જ માંગો અને વેતન-વાર્તાને જલ્દી પૂરી કરવાની માંગને લઇને શુક્રવારે હડતાળ કરી હતી. સરકારે સપ્ટેમ્બરમાં જાહેર ક્ષેત્રની વિજયા બેન્ક અને દેના બેન્કનું બેન્ક ઑફ બરોડમાં વિલય કરવાની ઘોષણા કરી હતી. તેનાથી દેશની સૌથી મોટી બેન્ક અસ્તિત્વમાં આવશે. વિજયા બેન્ક અને દેના બેન્ક નબળી બેન્કો માટે રિઝર્વ બેન્કની ત્વરિત સુધારાત્મક કાર્યવાહી નિયમો હેઠળ કેટલીક પાબંદીમાં રાખવામાં આવી છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રના કદાવર નેતા અને ભાજપના રાજ્યસભાના સાંસદ જોડાઈ શકે છે કોંગ્રેસમાં

Nilesh Jethva

હીરો સ્પ્લેન્ડરનું આવ્યું સ્પેશિયલ એડિશન, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો

Bansari

આ રાજ્યની સરકાર પડવાની તૈયારીમાં, સીએમ સરકાર બચાવવા લાગ્યા કામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!