GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

8 જાન્યુઆરી પહેલાં પતાવી લો બેન્કના કામકાજ, આ કારણે ATMમાં પણ નહી મળે કેશ

જો તમે આગામી અઠવાડિયે બેન્કના કામકાજ પતાવવા વિશે વિચારી રહ્યાં હોવ તો એલર્ટ થઇ જો. આ કામ જલ્દી જ પતાવી લો. આઠ જાન્યુઆરીએ બેન્કોમાં હડતાળ હોઇ શકે છે. જો હડતાળ હોય તો બેન્કના કામકાજ પ્રભાવિત થઇ શકે છે. બેન્કિંગ સેક્ટર કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 8 જાન્યુઆરીએ હડતાળનો નિર્ણય લીધો છે. આ સાથે જ એટીએમમાં પણ કેશની સમસ્યા સર્જાઇ શકે છે.

અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘના એક નેતાએ જણાવ્યું કે આ હડતાળનું સમર્થન 10 યુનિયન કરી રહી છે. અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘના મહાસચિવ સીએચ વેકંટચલમે જણાવ્યા અનુસાર, સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે હડતાળ કરવામાં આવી રહી છે. હડતાળમાં રોજગારની નવી તકો પેદા કરવા, શ્રમ કાયદામાં સંશોધન પર રોક લગાવવા અને નોકરીની સુરક્ષા સંબંધી માગો રજૂ કરવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારીઓ પણ 8 જાન્યુઆરીએ હડતાળ પર

શ્રમ મંત્રી સાથે મુલાકાતના એક દિવસ બાદ શુક્રવારે 10 કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ સરકારની ‘શ્રમ વિરોધી નીતિઓ’ના વિરોધમાં 8 જાન્યુઆરીએ સામાન્ય હડતાળ અથવા ભારત બંધનુ એલાન કર્યુ છે. 10 કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું, કેન્દ્રીય શ્રમ મંત્રી સાથે મુલાકાત બાદ તેમણે એકજૂટ થઇને 8 જાન્યુઆરીએ સામાન્ય હડતાળનો નિર્ણય લીધો છે.

બેઠક દરમિયાન મંત્રી સંગઠનોને કહ્યું કે સરકાર કર્મચારીઓના હિતમાં દરેક પગલા લઇ રહી છે અને શ્રમ કાનૂન તેનો જ હિસ્સો છે. આ સંગઠનોમાં એઆઇટીયૂસી, એચએમએસ, સીટૂ, એઆઇયૂટીયૂસી, સેવા, એઆઇસીસીટીયૂ, એલપીએફ અને યૂટીયૂસી સામેલ છે.

તેમણે કહ્યું કે કર્મચારીઓને ગુલામ બનાવા માટે શ્રમ સંહિતા તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ બેરોજગારી, લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષા અને 14 સૂત્રીય માગો પૂરી કરવા અંગે કોઇ નિવેદન નથી આપ્યું.

આ જ કડીમાં ભારતીય રિઝર્વ બેન્ક સહિત તમામ સરકારી બેન્કોમાં પણ 8 જાન્યુઆરીએ હડતાળ રહેશે. રિઝર્વ બેન્કના કર્મચારીઓએ વર્ષોથી પેન્ડિંગ માગોને પૂરી ન થવા પર હડતાળનું સમર્થન કર્યુ છે. આ દિવસે બેન્કિંગ સંબંધિત તમામ કાર્યો ઠપ્પ રહેશે.

Read Also

Related posts

૬૪ પ્રકારના રોગોમાં રામબાણ ઔષધની ગરજ સારે છે સૂંઠ, શક્તિમાં કરશે વધારો

Arohi

… તો આ છે બોલિવૂડની હસીનાઓની સુંદરતા પાછળનું રહસ્ય

Pravin Makwana

શું તમે ગાજરનું જ્યૂસ પીવો છો?, વિવિધ વિટામીન અને પોષક તત્વોથી છે ભરપૂર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!