GSTV
Home » News » પડતર માંગણીઓ મુદ્દે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ બુધવારથી બે દિવસની હડતાળ પાડશે

પડતર માંગણીઓ મુદ્દે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ બુધવારથી બે દિવસની હડતાળ પાડશે

જૂની પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓને લઇને  રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ–અધિકારીઓ આવતીકાલથી બે દિવસની હડતાળ પાડશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક્સ યુનિયનના નેજા હેઠળ આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે બે દિવસ બેંકિંગ સેવાઓ ખોરવાઇ જશે. જોકે એટીએમમાંથી નાણાંની લેવડદેવડ થઇ શકશે. ખાનગી અને સહકારી બેંકો પણ ચાલુ રહેશે.

૩૦મી મે અને 31મી મેના રાજો રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓએ હડતાળનું એલાન કર્યું છે. આ પહેલા કેન્દ્ર સરકાર અને બેન્ક એસોસીએશન વચ્ચે બેઠક પડી ભાંગી હતી. જે બાદ બેંક એસોસિએશને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું. મહિનાના છેલ્લા બે દિવસમાં પગાર તારીખો નજીક હોય છે ત્યારે બેન્કોની સળંગ બે દિવસની હડતાળથી ઘણા ક્ષેત્રોમાં પગાર મોડો થવાની ધારણા મુકાઇ રહી છે.

વધુ પડતી એનપીએના કારણે પીએનબી, એસબીઆઇ સહિત ઘણી સરકારી બેંકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે ત્યારે નબળી આર્થિક સ્થિતિનું કારણ આગળ ધરી માત્ર બે ટકાનો પગાર વધારો આપવા બેન્ક સંચાલકો ઇચ્છી રહ્યા છે જે કર્મચારીઓને મંજૂર નથી અને તેને કારણે પગાર વધારા સહિતની વિવિધ માગણીઓને લઇને બેન્ક કર્મચારીઓ આવતી કાલથી બે દિવસની હડતાળ પર ઊતરી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન સમગ્ર દેશમાં આશરે 10 લાખ જેટલા બેંક કર્મચારી સામેલ થશે. જેના કારણે કરોડો રૂપિયાના ચેક ક્લિયરિંગ અટવાઇ જવાની સંભાવના છે.

Related posts

દિવાળીમાં આ રીતે કરશો ગોઠવણ તો ઘર બનશે હવા-ઉજાસ અને પ્રકાશમય

Bansari

સૌ પ્રથમ કોણે કર્યું હતું કરવા ચોથનું વ્રત? જાણો કરવા અને ચાળણાનું મહત્વ

Bansari

NASAએ રજૂ કર્યુ નવું સ્પેસ સૂટ, ફોટોઝમાં જુઓ કેવું છે તે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!