બેંકિંગ છેતરપિંડીના કિસ્સાઓ આજકાલ ખૂબ જ વધી ગઇ છે. ઠગ લોકો બેંક એકાઉન્ટને ટાર્ગેટ કરી રહી છે. અનેક લોકોની ફરિયાદો આવી રહી છે કે તેમનું પૂરું બેંક એકાઉન્ટ જ ખાલી થઇ ગયું છે અને તેઓને આ છેતરપિંડીની ગંધ પણ ના આવી. હકીકતમાં બેંકિંગ છેતરપિંડી અનેક પ્રકારની થઇ શકે છે. આવો જ એક આઇડીયા આપના બેંક એકાઉન્ટમાં રજિસ્ટર ફોન નંબરનો ઉપયોગ કરવા પર પણ થઇ શકે છે. એટલાં માટે યાદ રાખો કે આપે બેંક ખાતું ખોલાવતી વખતે જે મોબાઇલ નંબર (mobile number) આપ્યો હતો તે આપ હવે જો તે નંબરનો ઉપયોગ નથી કરતા તો તેને તુરંત બદલી નાખો. કારણ કે બેંક રજીસ્ટર મોબાઇલ નંબર પર પૈસા જમા થવા અને નીકળવા પર મેસેજ મોકલે છે.

કેવી રીતે ઘરે બેઠા બદલાવી શકશો મોબાઇલ નંબર (mobile number)
- સૌ પહેલાં બેંકની નેટ બેંકિંગ વેબસાઇટ પર જાઓ. ત્યાર બાદ લોગ ઇન કરો.
- લોગ ઇન કર્યા બાદ પ્રોફાઇલ પર ક્લિક કરો.
- હવે પર્સનલ માહિતી પર ક્લિક કરો. અહીં આપે સ્ટેટ બેંક પ્રોફાઇલ પાસવર્ડ નાખવાનો રહેશે.
- આને સબમિટ કરવા પર જૂની પ્રોફાઇલ અને નંબર પણ દેખાશે. અહીં મોબાઇલ નંબર બદલી નાખો.
બેંક પર જઇને પણ આપનો મોબાઇલ નંબર ચેન્જ કરાવી શકો છો
જો આપ ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ નથી કરતા તો આપ બેંક પર જઇને આપનો મોબાઇલ નંબર બદલી શકો છો. આપે આપની બેંક શાખા પર જઇને મોબાઇલ નંબર પરિવર્તનનું ફોર્મ ભરવાનું રહેશે. આ સિવાય આપે આપની પાસબુક અને આધાર કાર્ડની ફોટોકોપી પણ આપવાની રહેશે. ત્યાર બાદ બેંક આપનો મોબાઇલ નંબર ચેન્જ કરી નાખશે.
READ ALSO
- મુકેશ અંબાણીની સુરક્ષામાં બમણો વધારો: ધમકી ભરેલી ચિઠ્ઠી અને જીલેટીનનું નાગપુર કનેક્શન
- OTT પ્લેટફોર્મ પર બતાવામાં આવી રહી હતી અશ્લીલ ફિલ્મો, સરકારની ગાઈડલાઈંસથી ક્રાઈમ બ્રાંચ ખુશ
- સાવધાન/આ કંપનીઓ રોકાણ કરવા પહેલા કરી લો તપાસ, કેન્દ્ર સરકારની આ સલાહને નજરઅંદાજ ન કરવી
- કામનું/ ઑફિસના કામના કારણે શું તમારે પણ પાર્ટનર સાથે થાય છે બબાલ, વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં આ રીતે જાળવી રાખો રિલેશનશીપ
- ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન