GSTV

ખાનગીકરણ/ દેશની આ 2 બેન્કોમાં સરકાર વેચી દેશે પોતાનો 51 ટકા હિસ્સો, જાણી લો હવે ગ્રાહકોની સાથે કર્મચારીઓનું શું થશે?

Last Updated on June 21, 2021 by Harshad Patel

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવા માટે પસંદગી કરી છે, કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેંક ઓફ ઇઁન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીસ બેંકમાં રહેલો પોતાનો 51% હિસ્સો વેચી શકે છે.

એક વીમા કંપનીનું નામ નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી

આ ખાનગીકરણ માટે સરકાર બેકિંગ રેગ્યુલેશન એક્ટમાં ફેરફાર કરશે, આરબીઆઇ સાથે ચર્ચા અને કેટલાક અન્ય કાયદામાં ફેરફાર કરાશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, અત્રે ઉલ્લેખનિય છે કે, નીતિ પંચને ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક વીમા કંપનીનું નામ નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગ્રાહકોને પહેલા જેવી જ સુવિધાઓ મળતી રહેશે

હવે એક સવાલ સર્વત્ર ચર્ચાઇ રહ્યો છે કે ખાનગીકરણ બાદ આ બંને બેંકનાં કર્મચારીઓ અને ગ્રાહકોનું શું થશે. જો કે તે અંગે નાણા પ્રધાન નિર્મલા સિતારમણે 16 માર્ચે જ સ્પષ્ટતા કરી હતી, કે ગ્રાહકોને પહેલા જેવી જ સુવિધાઓ મળતી રહેશે. તેમાં માત્ર ઔપચારિક ફેરફારો થશે. જ્યારે બેંકકર્મીઓની નોકરી પર કોઇ જોખમ નહી આવે, તેમના પગાર અને પેન્શન તથા અન્ય સુવિધાઓ સહિતનાં હિતોનું સંપુર્ણ ઘ્યાન રાખવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!