GSTV

Post Office કે Bank, કઈ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર મળી રહ્યું છે વધુ વ્યાજ, જાણો અહીં…

ડિપોઝિટ

Last Updated on February 3, 2021 by Mansi Patel

આજકાલ બેન્કોની ફિક્સ ડિપોઝિટ સ્કીમ પર ઘણું ઓછું વ્યાજ મળી રહ્યું છે. પહેલા સારા લાભ માટે લોકો બેંકોમાં FD સ્કીમમાં રોકાણ કરાવતા હતા. પરંતુ એમાં રિટર્ન ઘણું ઓછું થઇ ગયું છે. ત્યાં જ પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવા પર વધુ લાભ મળી રહ્યો છે. પોસ્ટ ઓફિસની FD સ્કીમને ટાઈમ ડિપોઝિટ સ્કીમ કહેવામાં આવે છે. જાણો આ સ્કીમમાં રોકાણ કરવા પર બેન્કની તુલનામાં કેટલો વધુ લાભ મળે છે.

બેંકોમાં 7 દિવસથી લઇ 10 વર્ષ માટે FD કરાવી શકાય છે. ત્યાં જ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં 1 વર્ષથી 5 વર્ષનો ઓપ્શન મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ગેરેન્ટી સાથે રિટર્ન મળે છે. જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની કોઈ પણ બચત યોજનામાં રોકાણ કરવા પર સરકારની સોવરેન ગેરંટી મળે છે.

સ્ટેટ બેન્ક કેટલું આપી રહી છે વ્યાજ

ફિક્સ્ડ

SBIમાં FD પર 8 જાન્યુઆરીથી વ્યાજની નવી દર લાગુ થઇ છે જે મુજબ એસબીઆઇ 7 દિવસથી 45 દિવસમાં મેચ્યોર થનાર FD સ્કીમમાં 2.9% દરથી વ્યાજ મળે છે. આ FDમાં નાની બચત કરવા વાળાને કોઈ ખાસ લાભ મળતો નથી.

સ્ટેટ બેન્ક 46 દિવસથી 176 દિવસ વચ્ચે મેચ્યોર થનાર એફડી સ્કીમમાં 3.9%, 180થી 210 દિવસમાં મેચ્યોર થનાર સ્કીમ પર 4.4% અને 211 દિવસથી 1 વર્ષમાં મેચ્યોર થનાર એફડી પર 4.4% વ્યાજ મળી રહ્યું છે. ત્યાં જ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટમાં વ્યાજ દર વધુ છે.

સ્ટેટ બેન્ક 2 વર્ષે મેચ્યોર થનાર એફડી પર 5% વ્યાજ આપી રહી છે, ત્યારે 2 થી 3 વર્ષ પર 5.10% અને 3થી 5 વર્ષના મિડ ટર્મ એફડી પર 5.30% વ્યાજ મળી રહ્યું છે. 5થી 10 વર્ષની લોન્ગ ટર્મ એફડી પર બેન્ક 5.40% વ્યાજ આપી રહી છે. માત્ર સિનિયર સિટીઝન્સને તમામ પ્રકરની એફડી પર 50 બેસિસ પોઇન્ટ વધુ મળી રહ્યા છે.

પોસ્ટ ઓફિસની સ્કીમમાં કેટલું મળે છે વ્યાજ

રોકાણ

પોસ્ટ ઓફિસથી ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં 1 વર્ષથી લઇ 5 વર્ષ માટે પૈસા જમા કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષના સમયગાળા માટે ટાઈમ ડિપોઝિટ પર 5.5% વ્યાજ મળી રહ્યું છે.

પોસ્ટ ઓફિસમાં પોસ્ટ 5 વર્ષ માટે મેચ્યોર થનાર વાળી ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં વ્યાજની દર 6.7% છે. એટલું વધુ વ્યાજ ફિક્સડ ડિપોઝીટ સ્કીમથી મળવા વાળા વ્યાજના દર 1 જાન્યુઆરી 2021થી લાગુ છે.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!