GSTV
Gujarat Government Advertisement

બેંક ઑફ મહારાષ્ટ્રમાં 3000 કરોડ રૂપિયાનો ગોટાળો, CEOની ધરપકડ

Last Updated on July 26, 2019 by Alap Ramani

દેશમાં વધુ એક બેન્ક ફ્રોડ સામે આવ્યું છે. પુણે પોલીસની આર્થિક અપરાધ શાખાએ બેન્ક ઓફ મહારાષ્ટ્રના સીઈઓ રવિન્દ્ર મરાઠેની એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર આર. કે. ગુપ્તા સાથે ધરપકડ કરી છે. બંનેને ત્રણ હજાર કરોડ રૂપિયાના ડીએસકે ગ્રુપ લોન ડિફોલ્ટ કેસમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ મામલામાં બેન્કના ભૂતપૂર્વ સીએમડી સુશીલ મુનોતને પણ જયપુરથી પકડવામાં આવ્યા છે.

પુણે આર્થિક અપરાધ શાખા દ્વારા લગાવાયેલા આરોપ પ્રમાણે, ધરપકડ કરાયેલા તમામ અધિકારીઓએ ડીએસકે ગ્રુપને લોનને પાસ કરાવવા માટે ફ્રોડ કર્યું છે. ધરપકડ કરાયેલા તમામ લોકો પર છેતરપિંડી, ફ્રોડ, આપરાધિક ષડયંત્ર અને વિશ્વાસનું આપરાધિક ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. પુણે ખાતેના બિલ્ડર ડી. એસ. કુલકર્ણી અને તેની પત્નીને ફેબ્રુઆરીમાં ચાર હજાર રોકાણકારો સાથે 1154 કરોડની છેતરપિંડીના મામલે એરેસ્ટ કરવામાં આવ્યા હતા.

અધિકારીનું કહેવું છે કે બેન્ક અધિકારીઓએ ડીએસકે ડેવલપર્સ સાથે સાંઠગાંઠમાં પોતના અધિકારો અને ઓથોરિટીનો દુરુપયોગ કરીને લોન પાસ કરાવી છે. બેંકના પ્રવર્તમાન અને ભૂતપૂર્વ અધિકારી સિવાય પોલીસે ડીએસકે ગ્રુપના બે લોકોની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે ગત મહીને મહારાષ્ટ્ર સરકારે નોટિસ જાહેર કરી હતી. જેમાં 124 પ્રોપર્ટી, 276 બેન્ક એકાઉન્ટ અને કુલકર્ણીની 46 ગાડીઓને એટેચ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ નોટિસમાં કુલકર્ણીની પત્ની અને ડીએસકે ગ્રુપના અન્ય અધિકારીઓને પણ સામેલ કર્યા હતા.

Gujarat Government Advertisement

Related posts

આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો?

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

મહારાષ્ટ્રમાં વધ્યો ખતરો/ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની એન્ટ્રી પછી અઘાડી સરકાર સતર્ક, પ્રતિબંધો ફરીથી વધારવાનો કર્યો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!