GSTV
Gujarat Government Advertisement

બેંક ઑફ મહારાષ્ટ્રની 51 શાખાઓ થઈ બંધ, આ છે કારણ

Last Updated on October 3, 2018 by

બેંક ઑફ મહારાષ્ટ્રે (બીઓએમ) બેંકિગ ક્ષેત્રમાં કપાતના ઉપાય પર અમલ કરીને  પોતાની 51 શાખાઓને બંધ કરવાની જાહેરાત કરી છે. પુણે કાર્યાલયના એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે આ બધી શાખાઓ શહેરી વિસ્તારમાં છે, જેને બંધ કરવા માટે પસંદ કરવામાં આવી છે. આ શાખાઓ નુકસાનમાં ચાલતી હતી તેવુ જાહેર કરાયું છે.

બેંકે બંધ કરી 51 શાખાઓ

ઓળખ ન બતાવવાની શરતે બેંકના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ 51 શાખાઓને બંધ કરીને તેને નજીકની શાખામાં ભેળવી દેવાઈ છે. જાહેર ક્ષેત્રની કોઈ બેંક દ્વારા મહારાષ્ટ્રમાં ઉઠાવાયેલુ આ પ્રથમ પગલુ  છે. બીઓએમની દેશભરમાં 1900 શાખાઓ છે. બીઓએમે સોમવારે પોતાની જાહેરાતમાં કહ્યું કે બેંક લોકોને સરળ સુવિધા આપવા માટે આ પગલુ ભર્યુ છે.

રદ્દ થયા આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ

આ શાખાઓના આઈએફએસસી કોડ અને એમઆઈસીઆર કોડ રદ્દ કરી દેવામાં આવ્યા છે અને બધા બચત, ચાલુ અને અન્ય ખાતાને ભેગી કરેલી શાખાઓમાં સ્થળાંતરિત કરી દીધા છે. બંધ કરેલી શાખાઓના બધા ગ્રાહકોને તેમને પહેલા અપાયેલી ચેકબુક 30 નવેમ્બર સુધી જમા કરવા અને નવી શાખાના આઈએફસીએસ/એમઆઈસીઆર કોડની સાથે ચૂકવણી પ્રાપ્ત કરવનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધી ઘણી બેંકોનું કરાયુ છે મર્જર

એનપીએના દેવા હેઠળ દેશની બેંક દબાયેલી છે. જેને કારણે ઘણી બેંકોનું એક બેંકમાં મર્જર કરાઈ રહ્યું છે. જ્યારથી પીએનબી મામલો સામે આવ્યો છે, ત્યારથી દેશની બધી બેંકોની એનપીએ સામે આવી છે. ઘણી બેંકોને એટલુ નુકસાન થઈ રહ્યું છે કે સરકારે બેંકોને બંધ કરી દીધી છે અથવા તેનુ મર્જર કરી દીધુ છે. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તાજેતરમાં બેંક ઑફ બરોડા, વિજયા અને દેના બેંકના મર્જરને મંજૂરી મળી છે. તો એસબીઆઈએ પહેલા પોતાની સહયોગી બેંકોનું મર્જર કર્યુ છે.

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!