GSTV
Gujarat Government Advertisement

ઘર લેવાનું વિચારી રહ્યા છો? તો જલ્દી કરો SBI બાદ હવે દેશની આ બેંકે સસ્તી કરી દીધી છે હોમ લોન, દર મહિને થશે આટલી બચત

Last Updated on January 7, 2020 by Mansi Patel

જાહેર ક્ષેત્રની બેંક બેંક ઓફ મહારાષ્ટ્ર(Bank Of Maharashtra)એ MCLRમાં 0.45 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો 7 જાન્યુઆરીથી લાગુ થશે. બેંકે એક વર્ષના એમસીએલઆરને 8.40 ટકાથી ઘટાડીને 8.25 ટકા કરી દીધો છે. એક દિવસનો એમસીએલઆર 8.05 ટકાથી ઘટાડીને 7.60 ટકા કરાયો છે. નવો એક મહિના અને ત્રણ મહિનાનો એમસીએલઆર હવે અનુક્રમે 7.70 ટકા અને 7.75 ટકા રહેશે. બેંકે પણ તેના બેઝ રેટમાં 0.10 ટકાનો સુધારો કરી 9.40 ટકા કર્યો છે. ગયા અઠવાડિયે હોમ લોન કંપની એચડીએફસીએ તેના બેંચમાર્ક લોન દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો હતો.

આ પહેલાં HDFCએ સસ્તી કરી લોન

કંપની દ્વારા રજૂ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “HDFCએ હાઉસિંગ લોન પર રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (આરપીએલઆર) ઘટાડ્યો છે. આ પછી એડજસ્ટેબલ રેટ હોમ લોન (ARHL) માં 0.05 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સુધારેલો દર 6 જાન્યુઆરીથી લાગુ થશે. એચડીએફસી રિટેલ પ્રાઇમ ધિરાણ દરના આધારે તેની હોમ લોન પરના દરો નક્કી કરે છે. જોકે, નવા એચડીએફસી દરો 8.20 ટકાથી નવ ટકાની રેન્જમાં હશે. તો, બેંકનો આ નિર્ણય નવા અને જૂના બંને ગ્રાહકો માટે લાગુ થશે.

SBIએ પણ વ્યાજના દરમાં ઘટાડો કર્યો

આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ હોમ અને ઓટો લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હવે, બેંક નવા મકાનો ખરીદનારાઓને 7.90 ટકાના વ્યાજ પર લોન આપશે. અગાઉ વ્યાજ દર 8.15 ટકા હતો. બેંકે એક્સટર્નલ બેંચમાર્ક આધારિત દર (EBR) 8.05 ટકાથી ઘટાડીને 7.80 ટકા કર્યો છે. આ એક બેઝ રેટ છે જે સૂચક છે કે લોન દર આનાથી ઓછો થઈ શકતો નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta

જેવા સાથે તેવા / ભારતે પાકિસ્તાનને વધુ એક મોરચે આપ્યો મોટો ઝટકો, આ ઈન્ડસ્ટ્રીઝ સાફ થઈ જશે અને વેપારીઓ બરબાદ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!